સુરતમાં રત્નકલાકારોએ નોંધાવ્યો વિરોધ, ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા
સુરતના (Surat) વરાછા ખાતે આવેલા ઠુમ્મર જેમ્સના (Thummar James) કારીગરોએ ભાવ વધારાની માંગ સાથે ફરી એક વખત વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસ પહેલા પણ રત્નકલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાળ (Strike) પર ઉતરી ગયા હતા
ચેતન પટેલ/ સુરત: સુરતના (Surat) વરાછા ખાતે આવેલા ઠુમ્મર જેમ્સના (Thummar James) કારીગરોએ ભાવ વધારાની માંગ સાથે ફરી એક વખત વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસ પહેલા પણ રત્નકલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાળ (Strike) પર ઉતરી ગયા હતા. તે સમયે ડાયમંડ વર્કર યુનિયન (Diamond Workers Union) દ્વારા મધ્યસ્થી કરી ભાવ વધારો કરાયો હતો. પરંતુ તે ભાવ વધારાથી રત્નકલાકારોને (Ratna Kalakar) સંતોષ નથી જેથી ફરીથી તેઓ હડતાળ પર ઉતરી ગયા છે.
કોરોનાની મહામારી (Corona Pandemic) અને લોકડાઉનમાં રત્નકલાકારોનો (Ratna Kalakar) પગાર ઘટાડી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલના સમયમાં હીરા ઉધોગમાં તેજી જોવા મળી રહી છે. જેને લઈને થોડા દિવસ અગાઉ જ ડાયમંડ વર્કર યુનિયન (Diamond Workers Union) દ્બારા રત્નકલાકારોનો પગાર વધારો કરવામાં આવે તેવી માંગ ડાયમંડ એસોસિએશન (Diamond Association) પાસે કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- SURAT: ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ, ટ્રેક્ટરની મદદથી લોકોએ કર્યું દિલધડક ઓપરેશન
દરમ્યાન બે દિવસ પહેલા સુરતના વરાછા સ્થિત માતાવાડી વિસ્તારમાં આવેલા ઠુમ્મર જેમ્સના કારીગરો હડતાળ પર ઉતરી ગયા હતા. અને જ્યાં સુધી ભાવ વધારો નહિ કરવામાં આવે ત્યાં સુધી હડતાળની ચીમકી આપી હતી. દરમ્યાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મધ્યસ્થી કરી ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ રત્નકલાકારોને આ ભાવ વધારાથી સંતોષ ન હોય તેઓ ફરીથી હડતાલ પર ઉતરી ગયા છે.
આ પણ વાંચો:- વલસાડની નદીઓમાં ઘોડા પૂર, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
કારીગરોએ ઠુમ્મર જેમ્સ બહાર જ હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ આ અંગે ડાયમંડ વર્કર યુનીયના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જાણાવ્યું હતું કે બે દિવસ પહેલા જયારે કારીગરો હડતાલ પર ઉતર્યા હતા ત્યારે ડાયમંડ વર્કર યુનિયનએ મધ્યસ્થી કરી ભાવ વધારો કરવા માટે અને યોગ્ય માળખું ગોઠવવા માટે મંગળવાર સુધીનો સમય કંપનીના માલિકોને આપ્યો છે. મંગળવાર બાદ આ અંગે રત્નકલાકારો સાથે વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube