વલસાડની નદીઓમાં ઘોડા પૂર, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

વલસાડ (Valsad) જિલ્લામાં વહેલી સવારથી જ ઉપરવાસમાં ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડા પૂરની (Flood) પરિસ્થિતિ સર્જાય છે

વલસાડની નદીઓમાં ઘોડા પૂર, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

ઉમેશ પટેલ/ વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં વહેલી સવારથી જ ઉપરવાસમાં ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડા પૂરની (Flood) પરિસ્થિતિ સર્જાય છે. વલસાડની નદીઓની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વલસાડની ઔરંગા નદીની (Auranga River) સપાટી 2.32 મીટર પહોંચ્યા છે તો મધુબન ડેમની સપાટી સતત વધી રહી છે જેને લઇને ડેમના 7 દરવાજાઓ 3 મીટરે ખોલવામાં આવ્યા છે.

મધુબન ડેમમાંથી 75,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીની સપાટીમાં સતત વધારાને કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જો પાણી ભરાઈ તો સલામત સ્થળે ખસી જવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં NDRF ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF ટીમ દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઇ ત્યાંની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ નદીઓ ની સવારી ઉપર નજર રાખી જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના પારડી તાલુકોમાં આવેલ કોલક નદીમાં પણ પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોલેજ નદી ઉપર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. અરનાલા અને પાટીને જોડતા કોઝવે પર પાણી ફળી વળતા લોકો અટવાયા હતા. આ કોઝવે ઉપર પાણી ફરી વળતા પાંચથી સાત ગામોના કામદારોને બલ્કેનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મોટી સંખ્યામાં કામદારો બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે કોઈ ઉપર પાણી ફરી વળતા કામદાર અટવાયા હતા.

વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે વલસાડ જિલ્લાને ધમરોળ્યા બાદ મેઘરાજા આજે પણ જિલ્લામાં વરસી રહ્યા છે. જો કે આજે વરસાદનું જોર ઘટયું છે. જિલ્લાના વાપી વલસાડ પારડી, ઉંમરગામ અને કપરાડા તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે. કપરાડામાં ગઈકાલે પણ  નોંધાયેલા ભારે વરસાદ અને ગઈ મોડી રાત્રે થયેલા વરસાદને કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા  છે. 

એવામાં કપરાડા તાલુકાના સિલધા ગામ નજીકથી પસાર થતી અને કોલક નદીને જોડતી ચવાચે નામની નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. ચવાચે નદી બે કાંઠે વહેતી થતાં શીલધા ગામ ના કોહડોલ ફળિયાને જોડતા લો લેવલ કોઝવે પુલ પર નદીના પાણી ફરી વળ્યા હતા. જેને કારણે 7 ફળિયાના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોઝવે પરથી નદીનું પાણી પસાર થતા લોકોએ જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરવો મજબૂત થયા હતા. જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. જોકે ગઇકાલની સરખામણીમાં આજે ઓછો વરસાદ છે. જિલ્લામાંથી પસાર થતાં તમામ નદી-નાળાઓ બે કાંઠે વહેવા ની શરૂઆત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news