SURAT: ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ, ટ્રેક્ટરની મદદથી લોકોએ કર્યું દિલધડક ઓપરેશન
રાત્રે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના પગલે સાણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઇ ચુક્યા છે. રસ્તા પર પાંચથી છ ફુટ જેટલા પાણી ભરાઇ ચુક્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું હતું. આ દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તા પરથી બસાર થઇ રહેલી એક બસ બંધ પડી ગઇ હતી. જેથી બસમાં રહેલા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું. મુસાફરો દ્વારા બુમાબુમ કરાતા સ્થાનિક લોકોએ બસને ટ્રેક્ટર સાથે બાંધીને કિનારે ખેંચી હતી.
Trending Photos
સુરત : રાત્રે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના પગલે સાણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઇ ચુક્યા છે. રસ્તા પર પાંચથી છ ફુટ જેટલા પાણી ભરાઇ ચુક્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું હતું. આ દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તા પરથી બસાર થઇ રહેલી એક બસ બંધ પડી ગઇ હતી. જેથી બસમાં રહેલા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું. મુસાફરો દ્વારા બુમાબુમ કરાતા સ્થાનિક લોકોએ બસને ટ્રેક્ટર સાથે બાંધીને કિનારે ખેંચી હતી.
ટ્રાવેલ્સ ફસાઇ જતા લોકોએ બુમાબુમ કરી હતી. ટ્રાવેલ્સના ડ્રાઇવરે આસપાસના લોકોને મદદ માટે બોલાવાયું શરૂ કર્યું હતું. આશરે 5 ફૂટથી વધારે પાણીમાં બસ ફસાઇ જતા મુસાફરોનો બચાવ કરાયો હતો. મુસાફરોમાં મહિલાઓ અને નાના બાળકો પણ હતા. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બસને ભારે જહેમત બાદ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢી હતી. ગામલોકોને નજીકમાં આવેલા શ્યામ સંગીની મંદિર નજીક બસને પહોંચાડી હતી. આ ઉંચાણવાળી જગ્યા હોવાથી અહીં ઓછુ પાણી હતું.
સાણીયા ગામમાં બસ ફસાઇ તે વિસ્તારમાં આજ સુધી ક્યારે પણ પાણી ભરાતું નહોતું. પાંચ ફુટથી વધારે પાણી ભરાયું હતું. ખાડી પાસે ગેટ મુકવાના બદલે માત્ર પાઇપ લાઇન મુકવામાં આવી છે. જો ફ્લડ ગેટ મુકવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ ક્યારે પણ સર્જાય નહી જો કે સત્તાધિશોએ તાપીના શુદ્ધિકરણના નામે ખોટા નિર્ણય કરીને આ વિસ્તારોની મુશ્કેલીઓ વધારી છે. વાલક ખાડીની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ રહી છે. સત્તાધિશોના અનઘડ નિર્ણયોના કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે