વડોદરા : છોટાઉદેપુર માર્ગ અને મકાન પેટા વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેરે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. નાયબ કાર્યપાલક ઇજનેર વિક્રમ પટેલે ઓફીસમાં જ મોડી રાત્રે પંખા પર લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઓફીસમાં મોડી રાત સુધી રોકાઇને તેઓ કામ કરતા રહેતા હતા. તેમના મણકાની ગાદી ખસી ગઇ હોવાથી તેઓ શારીરિક પીડાથી ખુબ જ પીડાતા હતા. જો કે તેમ છતા પણ તેઓ સતત કામ પર રહેતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ
 
જો કે આત્મહત્યા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. નાયબ કાર્યપાલક ઇજનેરે આત્મહત્યા કરી હોવા અંગે માહિતી મળતાની સાથે જ જિલ્લા કલેક્ટર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ઘઠના સ્થળ પર પહોંચીને તપાસ આદરી છે. જો કે આત્મહત્યા કરનાર ઇજનેરનાં ખીચાના પાકીટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એક ઉચ્ચે અધિકારી અને એક સહ કર્મચારી દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.બંન્નેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.


ચિલોડા-તપોવન એસપી રિંગરોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ઇજાગ્રસ્ત
વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા
સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે પોતાને કમરની તકલીફ હોવાથી બેસવામાં તકલીફ હોવા છતા પણ તેને રજાઓ આપવામાં આવતી નહોતી. ઉચ્ચ અધિકારી દ્વારા કામ મુદ્દે પણ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કામના સતત ત્રાસ અને શારીરિક પીડાથી કંટાળેલા ઇજનેરે અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને લાગી રહ્યું છે. હાલ તો પોલીસ દ્વારા સુસાઇડ નોટ કબ્જે લેવામાં આવી છે. ઘટના અંગે વિક્રમનાં પરિવારને જાણ કરવામાં આવી છે.