વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા

 વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા સેવાઇ રહી હતી. એલ એન્ડ ટી દ્વારા ખાલી બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી. જો કે કાંઇ પણ સમજે તે પહેલા અચાનક બિલ્ડિંગ તુટી પડી હતી. જેના કારણે કામગીરી કરી રહેલા 1 સુપર વાઇઝર સહિત 7 લોકો દટાયા હતા. જેમાં 1 વ્યક્તિનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે. 

વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા

વડોદરા : વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા સેવાઇ રહી હતી. એલ એન્ડ ટી દ્વારા ખાલી બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી. જો કે કાંઇ પણ સમજે તે પહેલા અચાનક બિલ્ડિંગ તુટી પડી હતી. જેના કારણે કામગીરી કરી રહેલા 1 સુપર વાઇઝર સહિત 7 લોકો દટાયા હતા. જેમાં 1 વ્યક્તિનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે.

વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા
વડોદરાનાં છાણી જકાતનાકા વિસ્તારમાં પી.વી આર સિનેમા નજીક આવેલી એક વિશાળ ઇમારત તોડવા દરમિયાન ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનાની ઇમારત તોડવાનું કામ કરી રહેલા 10 જેટલા મજુરો દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચ્યા બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ કર્યું છે. આ ઇમારત વડોદરા મહાનગર સેવાદનસ દ્વારા તોડવામાં આવી રહી હતી. કોઇ ખાનગી સંસ્થાની ઇમારત તોડતા સમયે આ દુર્ઘટના સર્જાઇ છે. હાલમાં ઠેરઠેર કાટમાળ જોવા મળી રહી છે.

જીતુ વાઘાણી સાથે શીર્ષ સંવાદ: 'ચૂંટણી વ્યક્તિ નહીં પરંતુ કમળ લડે છે, લોકો કમળને મત આપે છે'
આ બિલ્ડિંગ એલએન્ડટી કંપનીની જુની ઓફીસ તરીકે ઓળખાય છે. આ બિલ્ડિંગની આગળ જ નવી એલએન્ડટીઓફીસ પણ આવેલી છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ બિલ્ડિંગ ચાર માળનું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ બિલ્ડિંગ તોડવાની કામગીરી કરી રહેલા 7 જેટલા મજુરો બિલ્ડિંગ તુટી પડતા દટાયા હોવાની માહિતી મળી રહી છે. 2 મજુરોને ગંભીર સ્થિતીમાં બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની છાણી, વાડીવાડી અને દાંડિયા બજારના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. 
થરાદના અપક્ષ ઉમેદવારનો ધમકી મળ્યાનો આક્ષેપ, ગ્રામજનો સાથે બોલાચાલીનો VIDEO વાઈરલ
આ બિલ્ડિંગને અગાઉ જ ખાલી કરાવી દેવાયું હતું. રિનોવેશન માટે આ બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની નજીકમાં જ એલએન્ડટીની બીજી મુખ્ય ઓફીસ પણ આવી છે. આ બિલ્ડીંગને ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. 

- વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી હતી ઇમારત
- ફાયરની 10થી વધારે ગાડીઓ ઘટના સ્થળે
- કાટમાળમાં 6થી વધારે લોકો દટાયા હોવાની આશંકા
- ફસાયેલા લોકોને બહાર કાઠવાની કામગીરી ચાલુ
- 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે
- મ્યુનિ. કમિશ્નરે બ્રિગેડ કોલની જાહેરાત કરી છે
- વડોદરાનાં નવાયાર્ડના છાણી જકાતનાકા નજીક થયો અકસ્માત
- એલએન્ડટી કંપનીનું બિલ્ડિંગ હતું
- બિલ્ડિંગ ખાલી કરાવીને રિનોવેશન કરવા માટે તોડી પાડવામાં આવનાર હતું.
- કમિશ્નર-ડેપ્યુટી કમિશ્નર ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. 
- મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો
- એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે રાખવામાં આવી
- ધારાસભ્ય પણ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. 
- એલ એન્ડ ટીનાં ડોક્ટર્સની ટીમ પણ ઘટના સ્થળે હાજર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news