ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ

ઉઝબેકિસ્તાનમાં મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણનની સાથે સાથે કેડિલા ફાર્માના પ્લાન્ટનું ભુમિપુજન પણ કર્યું હતું

Updated By: Oct 19, 2019, 07:06 PM IST
ઉઝબેકિસ્તાનમાં 'લોહપુરુષ' સરદાર પટેલઃ સીએમ રૂપાણીએ કર્યું પ્રતિમા અને સ્ટ્રીટનું લોકાર્પણ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદારની અર્ધપ્રતિમાનું અનાવરણ આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવની ઉપસ્થિતિમાં કર્યું હતું. તેમણે અંદિજાન ગવર્નરના કાર્યને બિરદાવતા જણાવ્યું કે, ''ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને આજે અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી છે''.

ચિલોડા-તપોવન એસપી રિંગરોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ઇજાગ્રસ્ત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ ભૂમિપૂજન સમારોહમાં આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવ પણ મુખ્યમંત્રીશ્રી સાથે હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં ઉઝબેકિસ્તાનના ગવર્નર અને કેડિલા ફાર્મા વચ્ચે થયેલા MoU થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેડિલા ફાર્મા ૫૦ મિલિયન યુએસ ડોલર્સના રોકાણ સાથે ઉઝબેકિસ્તાનમાં પોતાનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટને શરૂ કરવાની છે. આ પ્લાન્ટ ઉઝબેકિસ્તાનમાં ગુણવત્તાયુક્ત અને પ્રમાણમાં સસ્તી દવાઓ બનાવવાના ઉદ્દેશ્યથી સ્થપાઇ છે.

વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા

જીતુ વાઘાણી સાથે શીર્ષ સંવાદ: 'ચૂંટણી વ્યક્તિ નહીં પરંતુ કમળ લડે છે, લોકો કમળને મત આપે છે'

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ ૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા ઉઝબેકિસ્તાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ ફોરમમાં સહભાગી થવાના છે. શ્રી વિજયભાઇ રૂપાણી તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે. આ પ્રવાસ દરમિયાન એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે ભાગ લેશે. મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલીટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ  જોડાવાના છે.