કભી કભી ઐસા ભી હોતા હૈ! સામાન્ય બોલાચાલીમાં મિત્રએ મિત્રની કરી હત્યા, પાઇપ મારી માથું ફોડી નાંખ્યું!
Ahmedabad Crime News: ઘરવખરીનો ઉપયોગ કરવા જેવી સામાન્ય બાબતમાં મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. પણ પોલીસે ગણતરીના કલાકોમાં લેગ અલગ ટીમો બનાવી હત્યારાને ઝડપી લીધો છે.
મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તાજેતરમાં જ મજૂરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘરવખરીનો ઉપયોગ કરવા જેવી સામાન્ય બાબતમાં મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. પણ પોલીસે ગણતરીના કલાકોમાં લેગ અલગ ટીમો બનાવી હત્યારાને ઝડપી લીધો છે.
આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી
પોલસી કસ્ટડીમાં ઉભેલા આરોપી નું નામ છે નિર્મલ હરેજ. મૂળ ઝારખંડના ખુંટી જિલ્લાનો રહેવાસી નિર્મલ હરેજ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં મજૂરી કામ કરતો. જોકે ગત 4 જૂનના રોજ ઘરવખરીના વપરાશ જેવી સામાન્ય તકરારમા પોતાની સાથે જ રહેતા મિત્ર અનુપમ જોગીને માથાના ભાગે પાઇપ મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો.
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
જોકે હત્યા કરીને ફરાર થયા તે પહેલાં તો બોડકદેવ પોલીસે ભાટ પાસેથી આરોપીને ઝડપી પાડી હત્યાનોગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.હત્યાના ગુના અંગે વિગતવાર વાત કરીએ તો આરોપી નિર્મલ અને મૃતક અનુપમ રીંગ રોડ પાસે આવેલ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરતા હતા.સાઈટ પર કામ પતાવ્યા બાદ બંને મિત્ર એક રૂમ માં સાથે જમવા બેઠા હતા.
વાવાઝોડું ગુજરાતથી કેટલે દૂર છે? અંબાલાલ પટેલ લાવ્યા બિપોરજોય ચક્રવાતની નવી આગાહી
જમતી વખતે વાસણ આપવા જેવી સામાન્ય બાબતે બને મિત્રો વચ્ચે બબાલ થઈ અને બંને છુટા પાડી ગયા હતા.પરંતુ આરોપી નિર્મલે ઝગડાની અદાવત રાખી મિત્ર નિર્મલ ના માથાના ભાગે પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો.આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ઝારખંડ તરફ ફરાર થવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ને દબોચી નાખ્યો.
મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં
હાલ તો બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે.