ડાંગ : તાપી-નર્મદા રિવર લિંક યોજને લઈને વિશાળ રેલી એન્કર વઘઇ ખાતે પાર તાપી-નર્મદા રિવર લિંક યોજનાને લઈને વિશાળ રેલી સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોચ્ચાર સાથે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના બીરસામુંડા ગ્રાઉન્ડ ખાતે ડીપીઆરની હોળી કરી રેલી વઘઇ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી. અહીં મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વઘઇ ખાતે આદિવાસી સમાજની રેલીમાં ડાંગના મુખ્ય રાજા પણ જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેત અને જીતની હેલી: 4 રાજ્યોમાં જ્વલંત વિજય બાદ માતા હીરા બાના આશિર્વાદ લેવા પહોંચ્યા PM


કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલ તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના બજેટમાં પણ આ ડેમ બનાવવા માટે 500 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. ત્યારે ડેમ ન બને તે માટે આદિવાસી વિસ્તારમાં વિરોધના સૂર શરૂ થઈ ગયો છે. વલસાડના ધરમપુર, તાપી જિલ્લાના વ્યારામાં આદિવાસી સમાજની વિરોધ રેલી બાદ આજે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


લાગવગીયાઓને પાણીના ભાવે પ્લોટ આપવા TDO નું ષડયંત્ર, આ રીતે ખુલાસો થયો અને...


જાહેરસભા બાદ રેલી સ્વરૂપે મોટી સઁખ્યામાં લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં વઘઇ બજાર સર્કલ પાસે ચક્કા જામ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લામાંથી લોકો જોડાયા હતા. સરકાર વિરૂઘ્ધ સૂત્રોરચાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે તાપી-પાર-નર્મદા લીંક રિવર પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી વિસ્તારોના ગામો ડુબાણમાં જવાના છે તેમજ 50 હજારથી વધુ આદિવાસી લોકોને અસર થશે. ડાંગમાં બનનાર ડેમો માટે ડૂબાણમાં જતા જંગલો સહિત લોકોને બચાવવા માટે સંઘર્ષ કરીને પણ ડેમ બનવા દઈશું નહીં. 


GUJARAT CORONA UPDATE: નવા 40 કેસ, 82 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


આદિવાસી સમાજની વિરોધ રેલી બાદ આજે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરસભા બાદ રેલી સ્વરૂપે મોટી સઁખ્યામાં લોકો મામલતદાર કચેરીએ પહોંચી ડાંગ બચાવો ડેમ ડટાવો સંઘર્ષ સમિતિ ના સભ્યો સહિત આદિવાસી આગેવાનોએ વઘઇ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube