લાગવગીયાઓને પાણીના ભાવે પ્લોટ આપવા TDO નું ષડયંત્ર, આ રીતે ખુલાસો થયો અને...

જિલ્લાના પાલનપુરના સલેમપુરા અને સૂંઢા ગામમાં ગ્રામપંચાયતો દ્વારા ખોટી રીતે હરાજી કરીને લોકોને આપેલ 91 પ્લોટ DDOએ રદ બાતલ કરીને તેની સનદો પાછી મંગાવી જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામપંચાયતો દ્વારા ગામમાં રહેતા લોકોને મકાન બનાવવા માટે પ્લોટ મળી રહે તે માટે જાહેર હરાજી કરીને ગામના લોકોનો પ્લોટનું વિતરણ કરવામાં આવતું હોય છે. જોકે 2016માં પાલનપુર તાલુકાના સલેમપુરા ગામમાં 64 અને સૂંઢા ગામના 27 પ્લોટ મળી કુલ 91 પ્લોટની હરાજી કરીને ગામલોકોને ફાળવી દેવાયા હતા. 
લાગવગીયાઓને પાણીના ભાવે પ્લોટ આપવા TDO નું ષડયંત્ર, આ રીતે ખુલાસો થયો અને...

બનાસકાંઠા : જિલ્લાના પાલનપુરના સલેમપુરા અને સૂંઢા ગામમાં ગ્રામપંચાયતો દ્વારા ખોટી રીતે હરાજી કરીને લોકોને આપેલ 91 પ્લોટ DDOએ રદ બાતલ કરીને તેની સનદો પાછી મંગાવી જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામપંચાયતો દ્વારા ગામમાં રહેતા લોકોને મકાન બનાવવા માટે પ્લોટ મળી રહે તે માટે જાહેર હરાજી કરીને ગામના લોકોનો પ્લોટનું વિતરણ કરવામાં આવતું હોય છે. જોકે 2016માં પાલનપુર તાલુકાના સલેમપુરા ગામમાં 64 અને સૂંઢા ગામના 27 પ્લોટ મળી કુલ 91 પ્લોટની હરાજી કરીને ગામલોકોને ફાળવી દેવાયા હતા. 

જોકે આ પ્લોટની હરાજીમાં ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈને બનાસકાંઠા DDO દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત હરાજીના પ્લોટમાં નગર નિયોજન દ્વારા અપસેટ પ્રાઈઝ નક્કી થવી જોઈએ તે કર્યા વગર TDO, તલાટી અને સર્કલ ઓફિસર દ્વારા પોતાની રીતે પ્રાઈઝ નક્કી કરીને પ્લોટોની જાહેર હરાજી કરી સરકારને નાણાંકીય નુકશાન કર્યાનું સામે આવ્યું હતું. તો જાહેર હરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા મળતીયા લોકોને જ પ્લોટ આપી દીધા હતા. 

તલાટી કક્ષાથી આઉટવર્ડ અને ઇનવર્ટ હોવું જોઈએ તે કરાયું નહતું કે તલાટી દ્વારા આ તમામ વિગતો સંકલન કરીને તાલુકા કક્ષાએ મોકલવું જોઈએ તે મોકલ્યું નહતું. ઉપરાંત અમુક પ્લોટ ગોચર અને અમુક પ્લોટ ખાનગી કમ્પાઉન્ડમાં પણ આપી દેવાયા હતા. જેના પગલે ડીડીઓ દ્વારા હરાજી થયેલ તમામ પ્લોટ રદ કરી તમામ પ્લોટની સનદો પાછી લઈને રદબાતલ કરવાની કાર્યવાહી હાથ ધરી ખોટી રીતે પ્લોટની હરાજી કરવા બદલ TDO, સર્કલ ઓફિસર અને તલાટી સામે DDOએ હાથ ધરી કાર્યવાહી.

સામાન્ય રીતે ગામડાઓમાં મોટાભાગના પ્લોટની હરાજીમાં ગામના તમામ લોકોને જાણ કરવામાં આવતી નથી કે તેમને હરાજી સમયે હાજર રાખવામાં આવતા નથી. જેના કારણે મોટાભાગના ગરીબ લોકોને પ્લોટ મળતા નથી. લાગવગીયા લોકો પૈસાના જોરે પ્લોટ મેળવી લેતા હોય છે. જોકે સલેમપુરા અને સુંઢા ગામમાં હરાજીના પ્લોટ રદ થયા બાદ પ્લોટ વગરના ગરીબ લોકો માંગ કરી રહ્યા છે કાયદેસરની હરાજી કરીને તેમને પ્લોટ આપવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news