તુષાર પટેલ, વડોદરા: વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પાંચસોથી વધારે મકાનોમાં રહેતા રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ વિસ્તારના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દર્શાવતા બેનર અને પોસ્ટર લગાવ્યા છે. અને જનસંપર્ક માટે કોઇપણ રાજકીય પ્રતિનિધીએ વોટ માગવા આવવું નહીં એવું જણાવી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે સ્થાનિક રહીશોની છેલ્લા કેટલાય સમયથી પડતર માગણીઓ નહીં સતોષતા તેઓ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી માટે જે નેતા વોટ માગવા આવશે તેને વાજતે ગાજતે ગળામાં જુતાનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગાંધીનગર બેઠક માટે અમિત શાહ ભરશે ફોર્મ, 30 માર્ચે કરશે ભવ્ય રોડ શો


શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે આવેલા સુભાષનગર અને મહાકાળી નગરમાં રહેતા રહીશોએ અકોટા વિસ્તારના ધારાસભ્ય અને શહેરના સાંસદ દ્વારા કામગીરી નહીં કરી હોવાની ફરિયાદ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન કામગીરીથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આ વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે, અકોટાના ધારાસભ્ય અને સાંસદ છેલ્લા 5 વર્ષથી અહીં મળવા જ આવ્યા નથી. બે વર્ષ અગાઉ વિશ્વામીત્રી રેલવે સ્ટેશન પાસે રેલવે બ્રિજની કામગીરી કરવાની હોવાથી અહીં રહેતા રહીસોના મકાનોનું ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ રહીશો બેઘર બન્યા હતા.


2009માં થયેલાં લઠ્ઠાકાંડ મામલે કોર્ટનો ચૂકાદો, 10 આરોપીઓ દોષિત ઠેરાવ્યા


દરેક ચૂંટણીના સમયે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા વચનોની લ્હાણી કરવામાં આવે છે અને એક વાર ચૂંટાયા બાદ આ જન પ્રતિનિધિ સત્તાના મદમાં વોટ આપનારની કિંમત કરવાનું ભૂલી જાય છે. પ્રજાકીય કાર્યો નહીં કરી તેઓ મતદારોના રોષનો ભાગ બનાતાં હોય છે. ચૂંટણીઓ ટાણે રાજકીય આગેવાનો કે ઉમેદવારો દ્વારા વિકાસના કાર્યો કરવાનું વચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સુભાષનગર અને મહાકાળી નગરના રહીશોની હાલત કફોડી બની છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા પાંચ વર્ષથી તેઓએ સાંસદ અને સ્થાનિક ધારાસભ્યને જન સંપર્ક જોયા જ નથી. 


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...


અહી રહેતા રહીશોના રેલવે બ્રિજની કામગીરીને લઇ મકાનો તોડી પાડ્યા હતા અને ત્યારથી હાલ સુધી આ રહીશોને મકાનો ફાળવવામાં આવ્યા નથી. પ્રાથમિક સુવીધા આફવામાં નિષ્ફળ નિવડેલા રાજકીય પ્રતિનિધિઓ સામે રહિશોએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આગામી લોકસભા ની ચૂંટણી માટે જે નેતા વોટ માગવા આવશે તેને વાજતે ગાજતે ગળામાં જુતાનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવશે. અકોટા પાસે આવેલ રેલવે બ્રિજના એક્સ્ટેનશન કામગીરીને કારણે અહીં રહેતા સ્થાનિક રહીશોના મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. ત્યાતે આ વિસ્તારના રહીશોની રજુઆત પરત્વે ચૂંટાયેલા જનપ્રતિનિધીએ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી.


વધુમાં વાંચો: ભાવનગરમાં વેપારીએ કરી અનોખી પહેલ, ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’


એક તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે આ રહીશોનો આક્ષેપ છે કે, સ્થાનિક ધારાસભ્ય પણ સમસ્યાને જાણવા માટે તૈયાર નથી અને તેથી જ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે. આ બાબતે અકોટાના સ્થાનિક ધારાસભ્ય સીમા મોહિલેએ જણાવ્યું હતું કે આ આખી વસ્તી બ્રિજની નીચે રહેતી હતી અને એ જમીન વડોદરાના રાજવી પરિવારની હોવાને કારણે રાજવી પરિવાર સમક્ષ પણ ધતાસભ્યએ રજુઆત કરી હતી.આ ઉપરાંત આ રહીશો માટે અન્ય વિસ્તારમાં મકાનો ફાળવવામાં આવ્યા છે તેમ છતાં અહીં રહેતા રહીશો નવા ફાળવેલ મકાનોમાં જવા તૈયાર નથી .ધારાસભ્ય તરીકે તેઓએ દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં ત્રણ વખત આ વિસ્તારની મુલાકાત કરી ચુક્યા છે.રહીશો દ્વારા બેનર પોસ્ટર લગાવી ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતને તેઓએ અન્ય રાજકીય પાર્ટીના લોકોના કહેવાથી આ પોસ્ટર લગાવ્યામાં હોવાનું જણાવ્યું હતું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...