અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 31 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તેમણે કહ્યું કે કચ્છના નલિયામાં તાપમાન 10 ડિગ્રી થવાની શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલે હવામાનમાં પલટો, માવઠા સહિત આગાહીઓ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 31મી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. અમદાવાદના વિસ્તારમાં 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. તો 29થી 31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે. 


આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસે સપાટો બોલાવ્યો : ઈનામની લાલચ કે પછી ઉપરથી પ્રેશર, 39 દારૂડિયા પકડ્યા


વાતાવરણમાં આવશે પલટો
1લી જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 25થી30 ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે. જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર 1થી 5 જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.


જાન્યુઆરી મહિનાની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube