અમદાવાદ પોલીસે સપાટો બોલાવ્યો : ઈનામની લાલચ કે પછી ઉપરથી પ્રેશર, એક જ દિવસમાં 39 દારૂડિયા પકડ્યા
Ahmedbad Police Big Action : કમિશનર સાહેબ, શું પોલીસ કર્મીઓને ઈનામ વગર દારૂડિયા નહિ પકડાય, અમદાવાદ પોલીસનું અજીબ ફરમાન
Trending Photos
Ahmedabad News : તારીખ 24 ડિસેમ્બર, રવિવારના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 લોકો ઉપર FIR નોંધીને ધરપકડ કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ પહેલા જ દિવસે સફળ થઈ. પરંતું ખુદ અમદાવાદ પોલીસ એવું સ્વીકારે છે કે, આ તો પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા ઈનામની અસર છે. અમદાવાદ પોલીસે ટ્વિટર પર લખ્યું કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાતની અસર જોવા મળી છે. પરંતું કમિશનર સાહેબ, શું પોલીસ કર્મીઓને ઈનામ વગર દારૂડિયા નહિ પકડાય. શું અમદાવાદના પોલીસ કર્મચારીઓને ઈનામ આપશો તો જ કામ કરશે. જો ઈનામ મળવાની લાલચમાં અમદાવાદ પોલીસ આટલું કામ કરી શકે છે, તો તેમને બારે મહિના દારૂ પીને છાટકા કરતા લોકો કેમ દેખાતા નથી.
દારૂડિયાને પકડવા પોલીસ માટે ઈનામ
અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી. નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
અમદાવાદ શહેર માં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાત ની અસર 👇
તારીખ 24.12.23. ના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 લોકો ઉપર FIR નોંધીને ધરપકડ કરવામાં આવેલ છે#AhmedabadPolice
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 25, 2023
ત્યારે અમદાવાદ પોલીસની આ જાહેરાત અનેક સવાલો પેદા કરે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જ, અને દારૂ પીનારાઓને રોકવાનું કામ પોલીસનું છે. ગુજરાતમાં આવતા દારૂને રોકવાનું કામ પણ પોલીસનું છે. ત્યારે શું ઈનામ આપશો તો જ પોલીસ કર્મચારીઓ કામ કરશે. દારૂડિયા પકડવાએ પોલીસની ફરજમાં આવે છે અને જો પોલીસના નાક નીચે બેરોકટોક દારૂ પીવાય છે તો તે પોલીસની બેદરકારી છે. હકીકતમાં, ઈનામ વગર કામ કરવાનું પોલીસ કર્મચારીના ફરજમાં આવે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તો તેનો અમલ કરાવવો પણ પોલીસની ફરજ છે.
સુરતમાં દારૂ પકડાયો
ન્યૂ યરની પાર્ટી પહેલા ગુજરાતમાં અત્યારથી જ દારૂની રેલમછેલ થઈ રહી છે. સુરત જિલ્લા એલસીબીએ સપાટો બોલાવ્યો. એલસીબીની ટીમે કામરેજ ટોલનાકા પાસેથી સ્ટીલના બનાવટી બિલની આડમાં લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. અશોક લે લેન્ડ બંધ બોડીના કન્ટેનરમાં જઈ રહેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. વિદેશી દારૂની 14,172 બાટલીઓ, કન્ટેનર, મોબાઈલ રોકડ સહિત 36.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. એલસીબીએ કન્ટેનર ચાલકને ઝડપી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે