આશ્કા જાની/અમદાવાદઃ કોરોના વાયરસને કારણે દેશમાં લાગેલા લૉકડાઉનને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે તો અમુક લોકોના પગારમાં પણ ઘટાડા થયા છે. બે મહિના સુધી ઘરે બેસ્યા બાદ અનલોક 1 શરૂ થતાં સરકારે લૉકડાઉનના નિયમોમાં વધુ ઢીલ આપી હતી. પરંતુ હજુ સુધી અનેક ક્ષેત્રોની ગાડી પાટા પર ચડી નથી. ત્યાં હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. દેશમાં છેલ્લા 21 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તો હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો
દેશમાં છેલ્લા 21 દિવસમાં પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા કરતા વધારે અને ડીઝલના ભાવમાં 11 રૂપિયા જેટલો વધારો થયો છે. હવે તેની સીધી અસર ટ્રાન્સપોટ્રેશન પર પણ પડી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટ્રેશન પણ મોંઘુ થયું છે. હવે આ ભાવ વધારાની અસર શાકભાજીના ભાવ પર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવ પણ વધી રહ્યાં છે. સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓ પર પણ મોટી અસર પડી છે. ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. 


જાણો અમદાવાદમાં શું છે શાકભાજીના ભાવ (પ્રતિ કિલો)


બટાટા     40
ડુંગળી      30
ટીંડોળા      60
ગુવાર      80
રીગણ       40
ચોળી      100
ટામેટા     60
મરચા      80
પરવળ       80
લીંબુ            60
કોથમીક     160
કારેલા       80
ફણસી       80
ફ્લાવર        80
કોબી       40

જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube