Rivaba એ જાણો કેમ કહ્યું દિકરીને ભણતર અને દિકરાને સાવરણી, કર્યો આ અંગે ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજાનાં (Ravindrasinh Jadeja) પત્ની રીવાબા જાડેજા જામનગરનાં મોટી લાખાણી ગામમાં બહેનોને રાજ્ય સરકારની જાહેરાતોની માહિતી આપવા ગયા હતા ત્યારનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે
ઝી મીડિયા બ્યૂરો: ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજાનાં (Ravindrasinh Jadeja) પત્ની રીવાબા જાડેજા જામનગરનાં મોટી લાખાણી ગામમાં બહેનોને રાજ્ય સરકારની જાહેરાતોની માહિતી આપવા ગયા હતા ત્યારનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જેમાં રીવાબા જાડેજાએ (Rivaba Jadeja) દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે તેવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. જોકે, ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં રિવાબા જાડેજાએ (Rivaba) કહ્યું હતું કે, મારો બહું પોઝિટિવ ઇન્ટેન્શન હતો. તમે માત્ર 30 સેકન્ડના વીડિયો (Viral Video) પરથી તમે જજમેન્ટલના બની જાઓ. તમે આખો એક કલાકનો વીડિયો સાંભળો. અલ્ટીમેટલી સેના માટે કહેવાયેલી આ વાત છે. વાત આવે છે કે, કન્યા કેળવણી (Girls Education) અને નાના બાળકની કેળવણી કેવી રીતે થવી જોઇએ. એમાં જેન્ડર બાયસની કોઈ વાત નથી.
નાનકળી દીકરી છે તેને આપણે શિક્ષણથી (Education) લઇને ડિસિપ્લિનથી લઇને કલ્ચર, સંસ્કાર આપતા હોઈએ છે. નાનપણથી જ તેનો ગ્રોથ એ રીતે કરતા હોઈએ છીએ. તો શા માટે એક આપણો દીકરો કે જે 3-4 વર્ષનો છે. સમજણો થઈ રહ્યો છે. તો તેને પહેલાથી હાઉસ હોલ્ડ વર્કથી (Household Work) પરિચય કરાવવામાં આવે. તેને સમજાવવામાં આવે કે સ્ત્રી (Woman), માતા (Mother), બહેન (Sister) કે ઘરની કોઈપણ વડીલ સ્ત્રી એ ઘરને ઘર બનાવવા માટે કેટલો ભોગ આપે છે. કેટલું બલિદાન આપે છે એને પોતના અસ્તિત્વને સાઈડમાં મુકીને ઘરની દરેક પરિસ્થિતીને બહુ જ કુશળતાને ટેકલ કરતી હોય છે.
આ પણ વાંચો:- સૌરાષ્ટ્રની રાજપૂતાણીને રસોઈ નથી આવડતી? લગ્નની પહેલી મુલાકાતમાં દરબારને કહ્યું હતું!
આ એક બાબત છે એ કન્વે કરવાનો મારો મુદ્દો છે કે તમારું બાળક નાનપણથી શીખે તો તેને બે ફાયદા થવાના છે. એક તો તે મોટું થઇને જ્યારે બહાર રહેવાની પરિસ્થિતી આવશે, કે શિક્ષણ ક્ષેત્ર, યુનિવર્સિટીમાં કે કોલેજમાં ઈન્ડિપેન્ડેન્ટ લાઇફ એની જીવવાની શરૂ કરશે ત્યારે એને બહું મદદ મળશે. એને બેઝિક હાઉસ હોલ્ડ વર્ક આવડતા હશે. તે ડિપેન્ડેબલ નહીં રહે કોઈના ઉપર. સેકન્ડ થીંક છે કે નાનપણથી જ સ્ત્રીનો આદર કરવાનું શીખશે. મારી માતા છે કે મારા ઘરના દરેક વડિલ સ્ત્રી નાનપણથી જ કેટલું ભોગ આપીને ઘરનું કામ સંભાળે છે. મારા ઘરને સંભાળે છે. મને સંભાળે છે. તો એક આદર ભાવના, એક રિસ્પેક્ટ છે એ બહું યંગ એજથી એનામાં ડેવલપ થશે.
આ પણ વાંચો:- Rivaba ના સમર્થનમાં આવી ગુજરાતની મહિલાઓ, Social Media પર પણ થઈ 'વાહવાહી'
રિવાબાએ વધુમાં જણાવ્યું કે, રવિન્દ્રસિંહ પહેલા મારા ઘરમાં જોયું છે અને ઘણા બધા ફેમેલી મેમ્બર છે જે અમારા સમાજથી બિલોન્ગ કરે છે. એવા ઘણા પરિવારને હું મળેલી છું જેના ઘરમાં 10 માંથી 6 પુરૂષ એમની પત્નીઓને એમની માતાઓને ક્યાંક ને ક્યાંક પરોક્ષ કે પ્રત્યેક્ષ રીતે મદદ કરતા હોય છે. આ એવો કોઈ મુદ્દો નથી કે જે આપણે બધા એનાથી પરિચિત નથી. કોઈ એવો કલ્ચરને ડેમેજ થયા એવો મુદ્દો નથી. મારી જે એમના પ્રત્યે રિસ્પેક્ટ છે. સ્ત્રી પુરૂષને બ્લેમ કરતી હોય છે. સમાજમાં આગળ વધવામાં એમને હર્ડલ્સ છે. આ પુરૂષ પ્રધાન સમાજ છે. આપણે એવા સમાજમાં રહીએ છી જ્યાં પુરૂષોનું મહત્વ એક કદમ આગળ છે. હુ એજ વાત કરીશ મારી લાઈફમાં એવા પુરૂષોનું સ્થાન છે કે જેઓ આ રીતના પુશ કરે છે. આ રીતના મોટિવેટ કરે છે. આઇ એમ થેન્ક્સ ફુલ રવિન્દ્રસિંહે મને પ્રોત્સાહિત કરી છે.
આ પણ વાંચો:- મહિલાઓએ પુરુષોને ચેલેન્જ ફેંકી, રૂઢિચુસ્ત પરંપરામાંથી બહાર નીકળીને મેદાનમાં આવો તો ખરું યુદ્ધ થાય
જેમ કે એક બાબત હજી ચોક્કસ કહીશ ZEE ના માધ્યમથી કે Menstrual Cycle છે. જે સ્ત્રીના પિરયડની સાયકલ છે. જે એક સ્ત્રીને ખ્યાલ છે. મને આ વાત મારા કાકાએ અને મારા પિતાએ સમજાવી છે કે સ્ત્રીનું આવું એક ચક્ર છે અને એ બહુ ગર્વની વાત છે. તમે તમારા નાના દીકરાને ત્યારથી જ એ રિસ્પેક્ટ કરતા શીખવો કે સ્ત્રીને એ પ્રકૃતિની દેન છે. આવનારા જીવનું સર્જન કરવા સક્ષમ બનેલી છે. તો એ અલગ નજરીયાથી સ્ત્રીને જોશે. અલગ રિસ્પેકટ્થી સ્ત્રીનું સન્માન કરશે.
આ પણ વાંચો:- રિવાબાની વાતમાં દમ છે હોં..... મહિલાઓએ કહ્યું-અમે કરી શકીએ છીએ તો પુરુષો કેમ નહિ...
વાત આવે છે ઇક્વાલિટીની કે જ્યાં સ્ત્રીને પુરૂષ સમોવડી ગણીએ છે. પુરૂષે પણ એટલું જ વિચારવાનું રહ્યું, કે મારા કિસ્સામાં વાત કરું તો રવિન્દ્રસિંહને એટલી જ થેક્સફુલ છે. શું કામ કે એ મને સમજે છે. મારી પાછળ ઉભા છે. મારી દરેક પરિસ્થિમાં મારી સાથે છે. તો અહીં કહેવાનો મદ્દો એ હતો કે કોઈપણ નાનું મોટું ઘરનું કામ શીખવાથી કે આવડવાની મારી વાત હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube