કાળઝાળ ગરમી વચ્ચે પણ ગુજરાતમાં મોરેશિયસથી આવેલા મોંઘેરા મહેમાનનું ભવ્ય સ્વાગત, રાજકોટમાં ભવ્ય રોડ શો કર્યો
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ બપોરે 5.00 વાગ્યા પછી રોડ શો ચાલુ થયો હતો. જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોરેશિયસના પ્રધાનમંત્રી રાજકોટની ભવ્ય હોટેલમાં ભાજપના આગેવાનો સાથે ડિનર કરશે.
નવનીત લશ્કરી/રાજકોટ: આજથી 4 દિવસ સુધી મોદી સહિત ત્રણ દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથનો રાજકોટમાં રોડ શો કર્યો છે. રાજકોટ એરપોર્ટ પર તેની ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. મોરેશિયસન પીએમ આઠ દિવસની ભારત મુલાકાતે છે, જેની શરૂઆત રવિવારથી થઈ છે. રાજકોટ એરપોર્ટ પર તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. સાથે જ ભાજપે તેમના રોડ શોનું પણ આયોજન કર્યું હતું. પીએમ પ્રવિંદ જુગનાથ સાથે તેમના પત્ની અને હાઈ લેવલ ડેલિગેશન પણ રાજકોટ પહોંચ્યું છે. તેઓ આવતીકાલે પીએમ મોદી સાથે જામનગરના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જ્યાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ભૂમિપૂજન થવાનું છે. આઠ દિવસના કાર્યક્રમ દરમિયા પ્રવિંદ જુગનાથ વારાણસી પણ જવાના છે.
આજે મોરેશિયસના પ્રધાનમંત્રી પવિંદ જુગનાથનો રાજકોટમાં રોડ શોનું આયોજન કરાયું હતું. તેમણે રાજકોટના એરપોર્ટથી રેસકોર્ષ રીંગ રોડ સુધીનો રોડ શો કર્યો હતો. રોડ શોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો શહેર અને જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. પીએમ પ્રવિંદ જુગનાથ સાથે તેમના પત્ની અને હાઈ લેવલ ડેલિગેશન પણ આવ્યું છે.
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ બપોરે 5.00 વાગ્યા પછી રોડ શો ચાલુ થયો હતો. જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોરેશિયસના પ્રધાનમંત્રી રાજકોટની ભવ્ય હોટેલમાં ભાજપના આગેવાનો સાથે ડિનર કરશે.
રોડનો શોનો કાર્યક્રમ આ પ્રમાણે હતો
-બપોરના 4 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીનું આગમન..
-4.15 વાગ્યે મોરેશિયના પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર એરપોર્ટ પર આપવામાં આવશે.
-4.15 વાગ્યથી 5 રોડ શો ચાલશે..
-રોડ શોમાં રૂટ પર અલગ અલગ 25 સંસ્થાઓ દ્વારા સ્વાગત..
-5 વાગ્યે રોડ શો પૂરો થશે.
-પાંચ વાગ્યા બાદ મોરેસિસનાના પ્રધાનમંત્રી હોટેલમાં જશે.
પાર્ટી છોડવાની વાતનો છેદ ઉડાડી હાઈકમાન્ડે હાર્દિકને મનાવવા પ્રદેશ પ્રભારીને ખખડાવ્યા
નોંધનીય છે કે, પ્રવિંદ જુગનાથ પ્રધાનમંત્રી મોદી સાથે 19 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહેશે. GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે, જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હોય. વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે એ ઊભરી આવશે.