નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડનો ક્લિયર મત; તત્કાલ પાર્ટીમાં જોડી કંઈક બનાવી રહ્યા છે આવો પ્લાન, હવે પાર્ટીમાં ફૂંકાશે નવા પ્રાણ

ગુજરાત કોંગ્રેસની કમાન હવે પીકેના નામથી ઓળખતા રાજનીતિક વિશેષજ્ઞ પ્રશાંત કિશોરના હાથમાં છે. કહેવાય છે કે, પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શેક છે. આ માટે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે.

નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડનો ક્લિયર મત; તત્કાલ પાર્ટીમાં જોડી કંઈક બનાવી રહ્યા છે આવો પ્લાન, હવે પાર્ટીમાં ફૂંકાશે નવા પ્રાણ

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુટણી મુદ્દે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને દરરોજ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પરંતુ નરેશ પટેલ મુદ્દે પણ કોંગ્રેસ હાઈકમાન્ડે આજે પોતાનો મત ક્લિયર કર્યો છે અને તાત્કાલિક નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે જણાવ્યું છે. હવે આના આધારે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં પીકે અને નરેશ પટેલનો સાથ મળશે. નરેશ પટેલને કોગ્રેસમાં સમાવવા માટે દિલ્હીમાં હાઇકમાન્ડે લીલી ઝંડી પણ આપી દીધી છે. અને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને તાત્કાલિક એકશનમાં આવી જવા કહેવાયું છે. હવે નરેશ પટેલ અને પીકેની રણનિતિની આધારે ગુજરાત કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ નરેશ પટેલ પર રાજ્યની પાટીદાર બેઠકો પૈકીની મહત્તમ બેઠકો જીતાડવાની જવાબદારી સોંપી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતે ચૂંટણી યોજાવાની છે. પરંતુ એપ્રિલ મહિનાથી જ ચૂંટણીની રણનીતિ ઘડાવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ એકાએક ચર્ચામાં આવ્યુ છે. કોંગ્રેસમાં બે નવા ચહેરાએ ચર્ચા જગાવી છે. એક નરેશ પટેલ અને બીજા પ્રશાંત કિશોર. રાજનીતિના ચાણક્ય ગુજરાત કોંગ્રેસની જીત માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. આ માટે તેમની ટીમ ગુજરાત પણ પહોંચી ગઈ છે. પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે માઈક્રો લેવલે પ્લાનિંગ શરૂ કરી દીધુ છે. આ માટે તેમણે ભાજપ કાર્યાલય કમલમની પાસે જ ઓફિસ બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ગુજરાત કોંગ્રેસની કમાન હવે પીકેના નામથી ઓળખતા રાજનીતિક વિશેષજ્ઞ પ્રશાંત કિશોરના હાથમાં છે. કહેવાય છે કે, પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શેક છે. આ માટે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. રાહુલ ગાંધી સાથે તેમની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના ડૂબતા જહાજને બચાવવા માટે પ્રશાંત કિશોર કામે લાગ્યા છે. 

તો ડૂબતા જહાજને બે નાવિકો તારવશે
હાલ ગુજરાત કોંગ્રેસની હાલત દયનીય બની છે. એક સાંધો ત્યા તેર તૂટે જેવી સ્થિતિ છે. આવામાં આ મઝદાર હવે બે દિગ્ગજો પર આશા રાખીને બેસી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો છે. ત્યારે હાઈકમાન્ડે તાત્કાલિક નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવા આદેશ આપ્યા છે. તેમને કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકે છે. તો બીજી તરફ, પ્રશાંત કિશોર પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે. જેઓ કોંગ્રેસની જીત માટે રણનીતિ ઘડશે. તેઓ મે મહિનાની આસપાસ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા છે. 

હાર્દિક પટેલ અને નરેશ પટેલની બેઠક
હાર્દિક પટેલના જે નિવેદનને લઈને પક્ષને નારાજગી છે અને હાર્દિક પટેલ જે મુદ્દે પક્ષ સાથે નારાજ છે તે મુદ્દો નરેશ પટેલનો કોંગ્રેસમાં જોડાવાનો છે. નરેશ પટેલ ક્યારે કોંગ્રેસમાં જોડાય છે તે વિશે હજી કોઈ યોગ્ય માહિતી સામે આવી નથી. પરંતુ આ વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ છે. બંને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ તે વિશે ચર્ચા શરૂ થઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news