અમેરિકામાં ગુજરાતી વેપારી લૂંટાયો, જ્વેલરી શોરૂમમાં આવી ચઢ્યા 10-12 બુકાનીધારી
વિદેશમાં ચોર-લૂંટારુઓના ટાર્ગેટ પર સૌથી વધુ ગુજરાતીઓ હોય છે. સુખી-સંપન્ન ગુજરાતીઓ લૂંટારુઓના ટાર્ગેટ પર વારંવાર ચઢતા હોય છે. ત્યારે અમેરિકાના ન્યુજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયાની ઘટના બની છે. ઓક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીના જ્વેલરી શો રૂમમાં અનેક ઢગલાબંધ બુકાનીધારીઓ ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓના આતંકના સીસીસીવી પણ સામે આવ્યા છે.
નચિકેત મહેતા/ખેડા :વિદેશમાં ચોર-લૂંટારુઓના ટાર્ગેટ પર સૌથી વધુ ગુજરાતીઓ હોય છે. સુખી-સંપન્ન ગુજરાતીઓ લૂંટારુઓના ટાર્ગેટ પર વારંવાર ચઢતા હોય છે. ત્યારે અમેરિકાના ન્યુજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયાની ઘટના બની છે. ઓક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીના જ્વેલરી શો રૂમમાં અનેક ઢગલાબંધ બુકાનીધારીઓ ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓના આતંકના સીસીસીવી પણ સામે આવ્યા છે.
અમેરિકાના ઓક ટ્રી રોડ પર આવેલા જ્વેલરી શો રૂમમાં આ ઘટના બની હતી. આ રોડ પર વિરાણી જ્વેલર્સ આવેલુ છે. જે એક ગુજરાતી પરિવાર દ્વારા સંચાલિત છે. તાજેતરમાં વિરાણી જ્વેલર્સમાં બંદૂક લઈને કેટલાક બુકાનીધારીઓ આવી ચઢ્યા હતા. જેઓએ સોનાની વસ્તુઓની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બુકાનીધારીઓએ ગણતરીની મિનિટોમાં દુકાનમા આતંક મચાવ્યો હતો. બંદૂક બતાવીને દુકાનના કર્મચારીઓને ડરાવ્યા હતા અને બંદી બનાવ્યા હતા. ત્યાર બાદ સોનાની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : જ્યાં સદીઓથી ધજા નથી ચઢી, એ પાવાગઢ મંદિરમાં PM મોદી ધજારોહણ કરનાર પહેલા શખ્સ બનશે
અમેરિકામાં થોડા કલાકો પહેલા જ આ લૂંટની ઘટના બની છે. જેના બાદ અમેરિકન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેથી પોલીસે આ પુરાવાને આધારે લૂંટારુઓને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશી ધરતી પર વારંવાર ગુજરાતીઓને ટાર્ગેટ બનાવાતા સ્થાનિક લોકોમા ગુસ્સો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં આ પહેલા પણ ગુજરાતી વેપારીઓ સાથે લૂંટની ઘટના બની છે. અનેત વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂક્યા છે.