જ્યાં સદીઓથી ધજા નથી ફરકી, એ પાવાગઢ મંદિરમાં પીએમ મોદી ધજારોહણ કરનાર પહેલા શખ્સ બનશે

18મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે.  પ્રધાનમંત્રીના આગમનના કારણે પાવાગઢમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ જડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરશે. પીએમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓ કરવામાં આવી છે. 

જ્યાં સદીઓથી ધજા નથી ફરકી, એ પાવાગઢ મંદિરમાં પીએમ મોદી ધજારોહણ કરનાર પહેલા શખ્સ બનશે

વડોદરા :18મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે.  પ્રધાનમંત્રીના આગમનના કારણે પાવાગઢમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ જડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરશે. પીએમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓ કરવામાં આવી છે. 

મંદિરમાં આ ધ્વજારોહણ ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ 450 વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે.

એટલે કે, શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ ધજા ચઢાવનાર પીએમ મોદી પહેલા શખ્સ બનશે. હાલ ધ્વજદંડ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સદીઓ બાદ પહેલીવાર પાવાગઢમાં ખાસ નજારો જોવા મળ્યો છે. મંદિરનુ જીર્ણોદ્વાર કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. સાથે જ તેને સુવર્ણ કળશથી સુશોભિત શિખરબંધ મંદિર જોવા મળી રહ્યુ છે. નિજ મંદિર પણ સુવર્ણજડિત બનાવાયુ છે. 

પીએમ મોદી 18 જૂનના રોજ પરત આવી રહ્યાં છે. તેથી પાવાગઢ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ આતંકી એલર્ટ હોવાથી બંદોબસ્તમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. વડાપ્રધાનને મંદિર સુધી પહોંચાડવા વડા તળાવ પાસે હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 

આજે ભીમ અગિયારસ અને શનિવાર નિમિત્તે બોટાદના સાળંગપુર મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી દાદાના સિંહાસનને હજારી ગલ, મોગરા સહિતના વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દાદાના સિંહાસનની બંને તરફ ગુજરાત પોલીસ, બોટાદ પોલીસના બેનરો લગાવવામાં આવ્યા. આ સાથે દાદાને 56 ભોગ ચઢાવવાનું પણ આયોજન કરાયું. આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ દાદાના દર્શને ઉમટી પડી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news