મોરબી: BOB ફિલ્મી સ્ટાઇલે ત્રાટકેલા લૂંટારૂ લટકામાં દેનાબેંક પણ લૂંટી ગયા
મોરબીમાં બેંક ઓફ બરોડામાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં આવેલી મહેન્દ્રનગર ખાતે BOBની બ્રાન્ચમાં પાંચ જેટલા શખ્સો હથિયાર સાથે ઘુસી આવ્યા હતા. પાંચેય શખ્સોએ હથિયાર દેખાડીને કર્મચારીઓને એક તરફ થઇ જવાની ધમકી આપીને તમામ પૈસા આપી દેવા જણાવ્યું હતું. બેંક ઓફ બરોડામાં રહેલા 4,50,000 રોકડા અને દેના બેંકના 1,50,000 રૂપિયાની રોકડ લઇને નાસી છુટ્યા હતા. ઘટના અંગે બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી બી ડિવીઝન પોલીસ તથા LCBની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
મોરબી : મોરબીમાં બેંક ઓફ બરોડામાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં આવેલી મહેન્દ્રનગર ખાતે BOBની બ્રાન્ચમાં પાંચ જેટલા શખ્સો હથિયાર સાથે ઘુસી આવ્યા હતા. પાંચેય શખ્સોએ હથિયાર દેખાડીને કર્મચારીઓને એક તરફ થઇ જવાની ધમકી આપીને તમામ પૈસા આપી દેવા જણાવ્યું હતું. બેંક ઓફ બરોડામાં રહેલા 4,50,000 રોકડા અને દેના બેંકના 1,50,000 રૂપિયાની રોકડ લઇને નાસી છુટ્યા હતા. ઘટના અંગે બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી બી ડિવીઝન પોલીસ તથા LCBની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
સુરત: નવચંડી મહાયજ્ઞમાં દરેક પાટીદાર પરીવાર પાસેથી મુઠ્ઠી ઘઉં- ચમચી ઘી ઉઘરાવાશે
પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે સીસીટીવી સહિતની સામગ્રી કબ્જે લઇને તપાસ આદરવામાં આવી છે. લૂંટારૂઓ દ્વારા અપાયેલી ધમકી અને કર્મચારીઓ સાથેની વાતચીતમાં તેઓ હિન્દી ભાષી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાવી દેવામાં આવી છે. લૂંટારૂઓ કયા રૂટ પર ગયા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે લૂંટની ઘટનાને પગલે બેંકોની બહાર ટોળે ટોળા એકત્ર થવા લાગ્યા છે. પોલીસે હાલ બેંકની તમામ કાર્યવાહી બંધ કરાવીને કર્મચારીઓની પુછપરછ આદરી છે.
મૂડીરોકાણો માટે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં
બીજી તરફ લૂંટની ઘટના બાદ બેંક અંગે પણ વિવિધ પ્રકારની અફવાઓ ફેલાઇ રહી છે. જેના કારણે લોકો એકત્ર થવા લાગ્યા છે. જોકેપોલીસે ટોળા વિખેરવાનો પ્રયાસ કરી રહી છે. કેટલાક લોકો બેંક બંધ થઇ રહી હોવાનાં કારણે પૈસા ઉપાડવા પણ દોડી આવ્યા હતા. જો કે પોલીસ સમજાવટ બાદ પરત ફરી રહ્યા છે. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ આદરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube