મૂડીરોકાણો માટે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં

ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી વધુ ૫૧ ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવસિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં ફાઇલ થયેલા IEM દ્વારા રૂ. ૬ લાખ ૭૮ હજાર ૮૫૨ કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં જ રૂ. ૩ લાખ ૪૩ હજાર ૮૩૪ કરોડના મૂડીરોકાણો ઊદ્યોગો સ્થાપવા માટે થયા છે. 

મૂડીરોકાણો માટે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં

ગાંધીનગર: ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી વધુ ૫૧ ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવસિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં ફાઇલ થયેલા IEM દ્વારા રૂ. ૬ લાખ ૭૮ હજાર ૮૫૨ કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં જ રૂ. ૩ લાખ ૪૩ હજાર ૮૩૪ કરોડના મૂડીરોકાણો ઊદ્યોગો સ્થાપવા માટે થયા છે. એટલે કે દેશના કુલ IEMના અડધા ઉપરાંત ગુજરાતમાં થયા છે. દેશમાં બીજા ક્રમે આ ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે. તેમણે ૧ લાખ ૧પ હજાર ર૭૭ કરોડના IEM મેળવ્યા છે. દેશના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રોમાં સમગ્ર દેશના અડધા ઉપરાંત એટલે કે પ૧ ટકા સાથે અગ્રેસર રહ્યું છે. વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે, પ્રથમ ક્રમે રહેલા ગુજરાત અને બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર વચ્ચે ત્રણ ગણો તફાવત પડયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો તથા સિંગલ વીન્ડો કલીયરન્સ પણ સફળતાથી અમલી બન્યું છે તેની ફલશ્રુતિએ આ રોકાણોમાં વધારો થયો છે. ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઊદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી વ્યવસ્થા વિજય રૂપાણીના નેતૃત્વમાં ઓનલાઇન વિકસાવવામાં આવી છે. એટલું જ નહિ, ઊદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઊદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે.

ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ IEMને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે. રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે. ગુજરાત ઔદ્યોગિક ઉત્પાદનમાં નંબર વન રહ્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મેઇક ઇન ઇન્ડીયા’ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. ૨૦૦થી વધુ વિદેશી કંપનીઓ આ FDIને પરિણામે ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા આવી છે. આ સંદર્ભમાં FDI ઇન્વેસ્ટમેન્ટ અગાઉના વર્ષ કરતા ચાર ગણું એટલે કે રૂા. પ૦ હજાર કરોડ થવાનો અંદાજ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ રોજગાર સર્જન કરતા MSME એકમોને પણ પૂરતું પ્રોત્સાહન આપવા ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે.

તદ્દઅનુસાર, આવા MSME એકમોએ સ્થાપના-સંચાલન માટેની જરૂરી વિવિધ એપ્રુવલ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી છે. MSME ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ કાર્યરત કરીને ડેકલેરેશન ઓફ ઇન્ટેટ માત્ર પાંચ જ મિનીટમાં મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. MSME એકમોને મળતા આવા ઉદારત્તમ પ્રોત્સાહનને કારણે રાજ્યમાં ગુજરાતમાં ૩૪ લાખથી વધુ MSME કાર્યરત છે તેના દ્વારા મોટા પાયે રોજગાર સર્જન થાય છે હવે આ નવાં પ્રોત્સાહનો મળતાં તેમજ MSME એકમોને સૌરઊર્જાના ઉપયોગ માટે પણ પ્રેરિત કરતાં ગુજરાત MSMEમાં ઔદ્યોગિક રોકાણોથી પણ વિકાસમાં દેશનું રોલ મોડેલ બનવાનું છે. 

ગુજરાતમાં દર મહિને નવા ૧૬ હજાર જેટલા MSME ઊદ્યોગ આધાર પોર્ટલ પર નોંધાય છે અને ગુજરાત એકલું દેશના કુલ સ્ટાર્ટઅપના ૪૩ ટકા સાથે યુવા ઊદ્યોગ સાહિકોને જોબ સીકરથી જોબ ગીવર બનાવે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગાર મેળાઓના આયોજનથી તેમજ મોટાપાયે સ્થાનિક યુવાઓને નવા ઊદ્યોગોમાં રોજગારી મળી રહે તેવા ક્રિસ્ટલ કલીયર અભિગમથી દેશમાં સૌથી ઓછી બેરોજગારી ધરાવનારા રાજ્યનું ગૌરવ મેળવ્યું છે.

રાજ્ય સરકારે ઊર્જા ક્ષેત્ર અને ખાસ કરીને બિનપરંપરાગત ઊર્જા સેકટરમાં કોસ્ટ ઓફ પ્રોડકશન ઘટાડવાના હેતુથી જે ઉદારીકરણના શ્રેણીબદ્ધ પગલાં – આયોજન હાથ ધર્યા છે તેને પરિણામે વિશ્વભરમાંથી મોટા પાયે ઊદ્યોગો ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત થયા છે. સૌરઊર્જાને વ્યાપક પ્રમાણમાં ચલણમાં અપનાવી ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનની નવતર પહેલ કરી છે. MSME ઉદ્યોગો માટે ૧૦૦ ટકા સોલાર એનર્જી સ્થાપિત કરવા માટે પ્રોત્સાહક નીતિ પણ બનાવવામાં આવી છે. એટલું જ નહિ, ગુજરાત મોટા ઊદ્યોગો સાથોસાથ MSME ક્ષેત્રે પણ દેશનું હબ બને તે માટે MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ લોન-ધિરાણની સુવિધા રાજ્ય સરકારે વિકસાવી છે. રાજ્ય સરકારે આ હેતુસર બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા જેવી નેશનલાઇઝડ બેન્ક સાથે MoU કરીને ૭ થી ૧પ દિવસમાં સરળતાએ ત્વરિત નાણાં સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

તદ્દઉપરાંત, નેશનલ સ્ટોક એકસચેન્જ NSE સાથે પણ રાજ્ય સરકારે MoU કરવાના પરિણામે MSME એકમો કેપિટલ ફંડ ઊભૂં કરી શકે છે અને પોતાના સપ્લાય સામે ટ્રેડ રિસીવેબલ યોજના અન્વયે ત્વરિત પૈસા મેળવી શકે છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં ઊદ્યોગો માત્ર લોન સહાય ધિરાણ મેળવે છે એટલું જ નહિ, રાષ્ટ્રિયકૃત બેન્કોના આવા લોન-સહાયના રિપેમેન્ટમાં પણ અગ્રેસર છે. તાજેતરમાં રાજ્ય સરકાર સાથે MSMEને લોન-સહાય માટે MoU કરનારી નેશનલાઇઝડ બેન્કસના સત્તાધિશોએ ગુજરાતમાં રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ હોવાનો ઉલ્લેખ  કર્યો હતો.

ગુજરાતે હોલીસ્ટીક એપ્રોચ સાથેના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને દેશભરમાં ઔદ્યોગિક ઉત્પાદન મૂડીરોકાણ તથા FDIમાં લીડ લેવા સિદ્ધિઓ મેળવી છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ ચારેય પ્રદેશોમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણ આવે અને રાજ્યના યુવાધનને મહત્તમ રોજગાર અવસર પ્રાપ્ત થાય તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કર્તવ્યરત છે. ગુજરાત IEM ક્ષેત્રે દેશભરમાં પ૧ ટકા સાથે અગ્રેસર રહીને રાજ્યમાં ઊદ્યોગ મૈત્રીપૂર્ણ વાતાવરણથી રાષ્ટ્રનું રોલ મોડેલ બન્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news