મુસ્તાક દલ/જામનગર: જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામ પાસે કાચા રોડ પર રુા. 20 લાખની લૂંટની ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઇ છે. રંગપુર ગામના કમિશન એજન્ટ દ્વારા 20 લાખની રકમ વેપારીને નાણાં ચૂકવવા માટે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી રસ્તામાં તેની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ લઈ લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હતા. બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરાઇ હતી. એસપી પ્રેમસુખ ડેલુ સ્થળ પર દોડી ગયા હતા. દરમ્યાન મેઘપર, એલસીબી, એસઓજી સહિતની ટુકડીઓ દ્વારા લુંટારુઓના સગડ મેળવવા અલગ અલગ દીશામાં ચક્રો ગતીમાન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામમાં રહેતો અને બિયારણના કમિશન એજન્ટ તરીકે કામ કરતો અવેશ દોસ્તમામદ ખીરા (ઉ.વ.૨૮) નામનો યુવાન કે જે ગઇકાલે બપોર બાદ પોતાના ઘેરથી જામનગરના વેપારીઓને ચૂકવવા માટેની રૂપિયા 20 લાખની રોકડ રકમ લઇને રંગપુર ગામના કાચા રસ્તે થઇને મુખ્ય હાઇવે રોડ તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન ડબલ સવારી બાઇકમાં બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. જેમાં એક 40 વર્ષનો અને બીજો 28 વર્ષની વયનો હતો. અને બાઈકના નંબર પ્લેટ જોઈ શકાય ન હતા. અચાનક બાઇકમાં આવેલા બંને શખ્સોએ સૌપ્રથમ અવેશની આંખમાં મરચાની ભૂકી છાંટી દેતા કમિશન એજન્ટ કસડાઇ પડયો હતો. દરમિયાન બંને લુટારુઓ 20 લાખની રકમ ભરેલો થેલો ઝુંટવી લૂંટ ચલાવી ત્યાંથી ભાગી છુટ્યા હતા.


મોતના મુખમાં લઈ ગઈ US જવાની લાલચ, યમરાજને મળીને પરત આવ્યું ગુજરાતી દંપતિ, નવા VIDEO


લૂંટની સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરાતાં મેઘપરના પીએસઆઇ વાય.બી. રાણા પોતાની ટુકડી સાથે દોડી ગયા હતા. આ અંગેની માહિતી જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. લુંટનો સનસનાટીજનક બનાવ બહાર આવતા એસપી પ્રેમસુખ ડેલુ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાથી અધિકારીઓને માર્ગદર્શન આપીને તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો હતો. 


વડોદરામાં આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; કારનું પડીકું વળી ગયું, 3ના કરૂણ મોત


બીજી બાજુ જામનગરની એલસીબી ની ટીમ અને એસઓજીની ટુકડી પણ લૂટારુંઓને શોધી કાઢવા માટે જોડાઇ હતી. અને આસપાસના વિસ્તારોને ખૂંદી વળ્યા હતા. લુંટ ચલાવીને બાઇકમાં આવેલા શખ્સો કાનાલુસ તરફના માર્ગે ભાગી ગયાનું જાણમાં આવતા આ દીશામાં પણ ટુકડી દોડતી કરવામાં આવી હતી. પરંતુ લુંટારુઓનો કોઇ પત્તો સાંપડ્યો ન હતો. જેથી પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે,


₹6.65 થી ઓલટાઈમ હાઈ ₹423.90 પર પહોંચી ગયો આ શેર, 1 લાખના ત્રણ વર્ષમાં બની ગયા 66 લાખ


જ્યારે મેઘપર પોલીસ મથકમાં આ બનાવ અંગે રંગપર ગામના કમિશન એજન્ટ અવેશભાઇ ખીરા દ્વારા બે અજાણ્યા ઇસમો સામે કરીયાદ નોંધાવી હતી. લૂંટની ઘટનાથી જામનગર પંથકમાં ભારે સનસનાટી મચી ગઇ છે. લુંટારુઓ માતબર રકમ ભરેલો થેલો ઝુંટવીને ભાગી ગયા, જો કે ફરીયાદીના હાથમાં થેલાનું હેન્ડલ રહી ગયાનું તપાસમાં જાણવા મળ્યુ હતું. ઉપરાંત પોલીસ દ્વારા ફરીયાદીની પ્રાથમિક પુછપરછ કરી હતી અને ઘટના સ્થળ તેમજ આરોપીઓ કઇ દીશામાં ભાગ્યા એ સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો, કોઇ પત્તો સાંપડયો નથી.


ગુજરાતીઓ બહુ કેનેડા કેનેડા કેમ કરે છે, આ છે તેના 3 મોટા કારણ


બીજી બાજુ તપાસ દરમ્યાન કેટલીક બાબતે વિસંગતતાઓ ઘ્યાન પર આવી છે જેથી લુંટના બનાવ બાબતે શંકાઓ ઉપજી છે જો કે પોલીસ દ્વારા ફરીયાદના આધારે અલગ અલગ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે જે અંગેની તપાસમાં વધુ વિગતો સામે આવશે.