ડાકોર : યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષના દિવસે થઈ લૂંટ. આસપાસના 80 ગામના લોકો એ મંદિરમાં આવી 151 મણ જેટલા અન્નકૂટની લૂંટ ચલાવી. જો કે સૌથી મહત્વનું છે કે પોલીસની નજર હેઠળ જ આ લૂંટ થઇ હતી. તેમ છતા પણ પોલીસ કોઇ કાર્યવાહી કરી નહોતી. મંદિરમાં થયેલી લૂંટ અને તેમ છતા પણ પોલીસ રહી મૌન તેની પાછળનું કારણ ઘણુ જ રસપ્રદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત : આનંદની હેલી લાવતો વરસાદ આ વર્ષે ખેડૂતોને હજુ રડાવી રહ્યો છે


યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડના દરબારમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ લૂંટવાની વર્ષો જૂની પરંપરા છે. મંદિર બહાર ડાકોરની આસપાસના 80 ગામના આમંત્રિત મહેમાનો ભેગા થાય છે. તેઓ મંદિરનો દરવાજો જેવો ખુલ્લે અન્નકુટની લૂંટ ચલાવે છે. રણછોડરાય મંદિરના દરવાજા ખુલતાની સાથે જ મંદિરમાં લૂંટ માટે લોકો તુટી પડે છે. આસપાસના ગામના લોકો 151 મણ જેટલા આનંદના પહાડ (અન્નકુટ)ને લૂંટી રહ્યા છે. 


ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર


સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં વરસાદની આગાહી, એક તોફાન ફંટાયુ ત્યાં બીજાનું સંકટ


આ અંગે જણાવતા અન્નકુટ લૂંટવા માટે આવેલા એક ભક્તે જણાવ્યું કે, ડાકોર ગામની અંદર વર્ષોથી પરંપરા છે. અમને મંદિર તંત્ર દ્વારા બોલાવવામાં આવે છે અને અમે અન્નકૂટ લૂંટવા આવીએ છીએ. અન્નકૂટમાં બત્રીસ જાતનાં ભોજન આવે છે જે અમે લઈ જઈએ છીએ. વર્ષોથી ડાકોર મંદિરમાં આરતી અને કુટુંબની પરંપરા ચાલે છે. આસપાસના ગામના લોકો ને મંદિરવાળા આમંત્રણ આપે છે અને એ લોકો અહીં આવીને આ પ્રસાદીની લૂંટ ચલાવે છે. 


વડોદરાના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 5નાં મોત નિપજ્યા


 


અત્રે ઉલ્લેખનીય છે કે 250 વર્ષ કરતાં પણ વધારે સમયથી યાત્રાધામ ડાકોરમાં આ પરંપરા છે. મંદિર તંત્ર દ્વારા લૂંટ કરવા માટે સ્પેશિયલ આસપાસના ગામના લોકો ને આમંત્રણ આપી બોલાવવામાં આવે છે અને અન્નકૂટ લૂંટવા માટે લોકો આમન્ટ્રીતો નવા વર્ષના દિવસે મંદિરે આવી પહોંચે છે. લગભગ અઢીસો વર્ષ આ અન્નકૂટની પ્રથા ચાલી રહી છે. રાજા રણછોડ ના દરબારમાં આજનો પ્રસંગ ઘણો મોટો છે. તેમના ભક્તોએ જે આપ્યું છે તે જ લૂંટવા ભક્તો આવે છે. આનંદ આ અન્નકૂટનો લૂંટવાનો પ્રસંગ પૂર્ણ થયો છે.