તેજશ મોદી, સુરત: સુરતના કપડા માર્કેટમાં થતી કપડાની ચોરીની ઘટનામાં મોટું ષડ્યંત્ર હોવાનું સામે આવ્યું છે. વેપારીઓએ આરોપ મુક્યો છે કે સિક્યુરીટી અને મેનેજમેન્ટથી મિલીભગતથી આખું કૌભાંડ ચાલતું હતું, જેમાં લાખો રૂપિયાના કપડાની ચોરી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત


સુરતના રિંગરોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યોરિટી ગાર્ડ ગ્રે તાકાઓની ચોરીમાં ઝડપાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. બુધવારે બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી આ ધમાલ સાંજના 6-7 માર્કેટ મેનેજમેન્ટે તો વેપારીની ફરિયાદ બાદ સિક્યુરિટી ગાર્ડ અને તેને સાંકળતા વીડિયો ફૂટેજ પોલીસને સુપરત કરી દીધા હતા. અને ગુરુવારે પણ માર્કેટ બંધ પાળી વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા વેપારીઓએ માર્કેટની સિક્યોરિટી એજન્સીને બદલવાની માંગણી કરી હતી. રોષ વધતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


વધુમાં વાંચો: ફી નિર્ધારણ મુદ્દે મુકેશ ભરવાડે કરી આ માગણી, DEO ઓફિસને તાળાબંધી આપી ચીમકી


[[{"fid":"198821","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વેપારીઓનો આરોપ એ પણ છે કે આ ચોરીમાં માર્કેટ મેનેજમેન્ટના કર્મચારીઓની પણ સંડોવણી છે. વેપારીઓએ કહ્યુ હતું કે, દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા હટાડી દેવા પણ માર્કેટ મેનેજમેન્ટે સૂચન કર્યુ હતું. જેને કારણે આખી ઘટના પ્રકાશમાં આવે નહીં અને ચોરીનો ધંધો યહાવત રહે. વેપારીઓએ ઝી 24 સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે આરકેટીમાં ઉષા ફેશન કોટન અને ડ્રેસ મટિરિયલ્સ નામની દુકાનમાંથી છેલ્લા બે મહિનાથી 21 લાખ રૂપાયાના તાકા ચોરાઈ રહ્યાં હતા. દુકાન માલિક આશિષ ઠાકુરને અઠવાડિયા પહેલા શંકા ગઈ હતી.


વધુમાં વાંચો: સુરતમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર, બંનેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત


તેઓએ શનિવારે સાંજે દુકાન બંધ કરી હતી. તે સમયે તમામ માલની ગણતરી કરી અને દુકાનમાં જે રીતે ગોઠવેલા તેના ફોટો પાડી લીધા હતા. સોમવારે દુકાન ખોલી ત્યારે તેમને શંકા ગઈ કે તાકા ઓછા થયા છે. માર્કેટમાં લાગેલા સીસી ટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જણાયું કે,  રવિવારે સાંજે 10 થી 12 જણા ચોરીને જઈ રહ્યા છે. તેમાં એક માર્કેટનો ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા હતો એટલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે રામ મોઢવડિયાની પુછપરછ કરી હતી. તેણે ચોરીની કબુલાત કરી હતી.


વધુમાં વાંચો: શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો Audio વાઈરલ, બોલી-મયુર યુવતીઓ સપ્લાય કરતો


[[{"fid":"198822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ચોરીનો માલ લિંબાયતમાં નારાયણનગરના ગોડાઉનમાં રાખેલો હોવાની હકિકત જણાવતા સલાબતપુરા પોલીસે ત્યાં તપાસ કરી હતી. ત્યાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલમાં આશિષ ઠાકુરે આરોપી રામ મોઢવડિયા અને તેના સાગરિતો વિરુદ્ધ 21 લાખ રૂપિયાની કિંમતના તાકાઓ ચોરીની ફરિયાદ નોંધાવી છે. વેપારીઓનો આરોપ છે કે આ ગેંગ દવા માર્કેટની અન્ય દુકાનોમાંથી પણ ચોરી કરવામાં આવી છે. ગુરુવારે ફરી એક વખત વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતા મજુરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો, મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં દુકાનો બંધ કરવામાં આવી હતી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.


વધુમાં વાંચો: બદલાઈ ગુજકેટની તારીખ, 30 માર્ચે નહિ લેવાય એક્ઝામ


મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં પોલીસ દોડતી થઇ હતી, સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જોઈન્ટ સીપી હરેકૃષ્ણ પટેલે માર્કેટની મુલાકાત લીધી હતી. તેમને ચોરીનો ભાગ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વેપારીઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં હરેકૃષ્ણ પટેલે કહ્યું હતું કે, વેપારોની રજૂઆત ગંભીરતાથી સાંભળી છે, જેમની પણ દુકાનમાં ચોરીની ઘટના બની છે, તેમને લેખિતમાં ફરિયાદ આપવાનું કહ્યું છે, આ તમામ ચોરીની ઘટનમાં અલગ અલગ ફરિયાદ નોધવામાં આવશે, જો વેપારીઓ પાસે સીસીટીવી ફૂટેજ કે મોબાઈલ કલીપ હોય તે પણ આપવામાં આવે. ઘટના જોતા લાગી રહ્યું છે, કે આ અંગે મોટું ષડ્યંત્ર હોઈ શકે છે,  પોલીસ સમગ્ર કિસ્સામાં ઊંડાણ પૂર્વક તપાસ કરશે, ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ વેપારીઓની તમામ વાતો સાંભળશે. જ્યાં સુધી સમગ્ર તપાસ ચાલે છે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત અહીં રાખવામાં આવશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...