Gujarat Education System: ગુજરાતમાં ગરીબ બાળકો ભણી ગણીને આગળ આવે માટે સરકાર ભરપૂર પ્રયાસો કરે છે. મ્યુનિ. શાળાઓમાં ભણત ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને ભવિષ્યમાં ઉજ્જ્વળ તકો પ્રાપ્ત થાય તે હેતુથી એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા અને સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ખાસ ભાર સાથે સ્કૂલબોર્ડના શાસનાધિકારીઓએ સને ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે ૧૦૯૭ કરોડનું ડ્રાફ્ટ બજેટ શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ બોલાવાયેલી બેઠકમાં ઘમી બાબતોના ખુલાસા થયા હતા. રૂપિયા ૧૦૯૭ કરોડના બજેટમાં ૭૩૬,૨૭ લાખ રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને ૩૩૦.૭૨ કરોડ મ્યુનિ. દ્વારા ગ્રાન્ટ સ્વરૂપે અપાશે, જેમાંથી ૮૮.૭૪ ટકા એટલે કે ૯૪૬.૮૩ કરોડ પગાર અને પેન્શન વગેરે પાછળ ખર્ચ થશે અને બાકીનાં બજેટની રકમ વિદ્યાર્થી વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ખર્ચાશે.


આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM

આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી


ગુજરાતમાં સ્કૂલબોર્ડ દ્વારા શિક્ષણ સુધારવા ઉપર આપવામાં આવેલાં ધ્યાન તેમજ અનુપમ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ વગેરેનાં કારણે ડ્રોપ આઉટ રેશિયો સાવ શૂન્ય થઇ ગયો છે. આ સરકાર માટે મોટી સફળતા છે.


સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવાયેલી શાળાઓ સિવાયની શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ શરૂ કરવામાં આવશે. તદઉપરાંત દેશભરમાં નામના પામેલી સિગ્નલ સ્કૂલના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવશે. જેના પગલે બાળકોના શિક્ષણમાં મોટો સુધારો આવશે.

આ પણ વાંચો: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન

આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ


અમદાવાદમાં ભાર વગરના ભણતરના નિયમનું અલગ રીતે જ પાલન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્યાસપુર ભાઠા અને ચાંદલોડિયા શાળાનાં ધો.૬થી ૮નાં વિદ્યાર્થીઓ માટે પ્રિ-વોકેશનલ કોર્સ શરૂ કરાશે. સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં ૨૧૭ જેટલી શાળાનો સમાવેશ થયો છે અને આ શાળાઓ એક્સલન્સ સર્ટિફિકેટ મેળવે તે માટે આયોજનબદ્ધ મોનિટરિંગની વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવશે.


આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube