માત્ર અહીં આવેલું છે દેશનું એકમાત્ર રોટલીયા મંદિર; જાણો કેમ ચઢાવાય છે રોટલી-રોટલાનો પ્રસાદ?
Rotaliya Hanuman: પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢાવાતા હોય છે.
Rotaliya Hanuman: મંદિર તો આપણે અનેક જોયા હશે પરંતુ અમે આપને જે મંદિર બતાવવા જઈ રહ્યા છીએ તે મંદિર સમગ્ર વિશ્વમાં અનોખું અને અનોખી સેવા પૂરી પાડે છે. આવુ અનોખું મંદિર એ પાટણ શહેરમાં આવેલું છે. મંદિરોના અનેક ઇતિહાસ અને અનેક વૈભવ આપણે જોયા હશે, પરંતુ અબોલ પશુ પક્ષીઓના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિરમાં માત્ર રોટલીનો જ પ્રસંદ ચઢે છે, ત્યારે શું છે રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ અને કેમ લોકો ચડાવી રહ્યા છે મોટા પ્રમાણમાં રોટલી, જોઈએ.
મા ઉમિયાની પ્રતિમા ઓસ્ટ્રેલિયામાં થશે સ્થાપના; દેલવાડાનો પરિવાર પ્રતિમા લઈ જશે સિડની
પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢાવાતા હોય છે. પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે. પરંતુ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. આ વાત જાણીને આશ્ચર્ય થશે કે, હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે.
માત્ર 45 મિનિટમાં આખું ઘર સફાચટ! આ બે જિલ્લાના લોકો સાવધાન, 15 ચોરીઓનો ભેદ ખૂલ્યો
તો અમે આપને જણાવી દઈએ કે, અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ ચડતો નથી. પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. તો સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગ્ન ઠારી રહ્યાં છે.
મહત્વનો નિર્ણય; હવેથી ગુજરાતના તમામ બસ સ્ટેન્ડ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય ફ્રી
મંદિરે દર્શને આવતા ભક્તો રોટલીયા હનુમાન દાદાને ચડાવવા રોટલા કે રોટલીઓ ઘરેથી અવશ્ય લેતા આવે છે. એમાં પણ ગુરૂવાર તેમજ શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે. તેમજ મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે, સાથે સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. રોટલીયા હનુમાનની વિશાળકાય પથ્થરમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ડુંગર ઉપર કેમ કોઈ નથી રોકાતું રાત;કરવો પડે છે આખો પર્વત ખાલી, જાણો સૌથી ગૂઢ રહસ્ય
મંદિરના પૂજારી પિયુષભાઈ વ્યાસ કહે છે કે, આ મંદિરમાં શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચડાવે છે. રોટલા તેમજ રોટલી ભગવાનને ચડાવે તેવા જ નીચે ગર્ભ ગૃહમાં રોટલા રોટલી જતા રહે છે. ઉપર ચઢાવેલા રોટલા નીચેના ભાગે એકઠા થાય છે તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય અબોલ જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે બાધા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા પ્રસાદ સ્વરૂપે રોટલા કે રોટલી હનુમાન દાદાને ચડાવે છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે. અહીં દર્શને આવતા કોઈપણ શ્રદ્ધાળુ ખાલી હાથે નથી આવતું, હાથમાં રોટલી કે રોટલાનો પ્રસાદ અવશ્ય લેતા આવે છે.
હવે ગુજરાતીઓને મલેશિયા જવા માટે મુંબઈ જવાનો ધક્કો નહિ ખાવો પડે, શરૂ થઈ નવી સુવિધા
મંદિર નિર્માણની પહેલ કરનાર સ્નેલ પટેલ કહે છે કે, ભૂખ્યા અબોલ શ્વાનોના પેટનો ખાડો પુરાય તે માટે પાટણ મા જીવદયા અને પુણ્યના ભાવ સાથે આ રોટલીયા હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે ટાઈમ આપણને ભૂખ લાગતી હોય તો અબોલ પશુઓને કેમ નહીં. એમને પણ ભૂખ લાગતી હોય પણ એમને કોણ ખવડાવે. એમના માટે ખાવા કોણ બનાવે? અબોલ પશુ પક્ષી ભૂખ્યા નં રહે. બસ આ જ ઉમદા હેતુથી સેવા ભાવી લોકો દ્વારા પાટણમાં રોટલીયા હનુમાનના નામથી રોટલીયા હનુમાન મંદિરનું નિર્માણ કર્યું. આજે સમગ્ર પાટણ પંથકમાં રોટલીયા હનુમાન મંદિર ખુબ પ્રચલિત થયું લોકો પોતાની કે પોતાના પરિવારના સભ્યની વિદેશ જવાની ફાઈલ પાસ થાય તો પણ રોટલા ચડાવવા આવે છે. પરિવારમાં શારીરિક તેમજ પારિવારિક સમસ્યાઓ હલ થાય અને તેના માટે પણ શ્રદ્ધાળુ રોટલીયા હનુમાનની બાંધા રાખે છે અને તે પૂર્ણ થાય છે તેવું શ્રદ્ધાળુઓ કહે છે.
વ્હાલસોયાને લંડન મોકલતા 10 વાર વિચારશો, 2 માસ પહેલાં ગયેલા છાત્રની નદીમાંથી મળી લાશ
રોટલીયા હનુમાન મંદિરે કોઈપણ જાતના દોરા ધાગા કરવામાં આવતા નથી. બસ મનમાં રોટલીયા હનુમાનની ટેક રાખી રોટલા રોટલી ચડાવી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. કોઈ શ્રદ્ધાળુનું કોઈ માનેલુ મોટું કામ થઈ જાય તો હરખથી તે રોટલા ચડાવવા આવે છે. તો જેમ સાકર તુલા થાય છે તેમ આ મંદિર પટાંગણમાં રોટલાની તુલા પણ થાય છે. માણસના વજન જેટલા રોટલા હનુમાન દાદાને ચડાવવામાં આવે છે, તો હિન્દુ ધર્મમાં આવતા ઉત્સવમાં પણ રોટલીયા હનુમાન દાદાને જોડી દેવામાં આવે છે અને મંદિર પટાંગણમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જોકે પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા કે રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિર પટાંગણમાં અલાયદુ ઇલેક્ટ્રીક મશીન પર ચાલુ કરવામાં આવ્યુ છે. સ્વીચ દબાવતાની સાથે જ અસંખ્ય રોટલીઓ ઘડીક વારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે.
IPO News: ₹16 ના IPO પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, બીજા દિવસે 54 ગણું સબ્સક્રિપ્શન
તો બીજી તરફ, ભૂખ્યા અબોલ જીવોને પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય છે. ભગવાનને ચડાવવામાં આવેલ રોટલા રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ સંતોષે છે. આ મંદિરમાં આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા તમામ પ્રકારની શ્રદ્ધાળુઓને ફ્રી સેવા આપવામાં આવે છે.