તેજશ મોદી, સુરત: બીટકોઈનના નામે સુરત સહીત દેશ અને દુનિયા ભરમાં લોકોનાં કરોડો રૂપિયા ડુબાડી દેનારા દિવ્યેશ દરજીનું વધુ કૌભાંડ સામે આવ્યું છે. સુરત સીઆઈડી ક્રાઈમ યુનીટે દિવ્યેશ દરજીનાં દેકાડો કોઈન કૌભાંડમાં રૂ. 48 લાખની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. દિવ્યેશ ઉપરાંત રણજીત સક્સેના સહિતના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. સીઆઈડીનું કેહવું છે કે આ કૌભાંડ 500 કરોડથી વધુનું હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેને 5 ચૂકવવાની વાત આવી હતી


સીઆઈડી ક્રાઈમના જણાવ્યું અનુસાર સુરતમાં રહેતા દિવ્યેશ ધનસુખલાલ દરજી અને રણજિત સક્શેનાએ વર્ષ 2018માં દેકાડો કંપની બનાવી તેનું વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તમામે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઈન્ટરનેશનલ બિઝનેશ સેન્ટર ખાતે ઓફિસ શરૂ કરી હતી. દિવ્યેશે અને રણજીતે વેબસાઈટ બનાવી પિરામિડ સીસ્ટમ મુજબ ઉંચુ કમિશન આપવાની જાહેરાતો કરી સમગ્ર વિશ્વમાં રોકાણકારો પાસેથી બીટકોઈન સ્વીકારી દેકાડો કોઈનનો આઈ.સી.ઓ લાવી દેકાડો કોઈન લોંચ કર્યો હતો.


વધુમાં વાંચો: કપાયેલા દોરાથી પક્ષીઓને બચાવવા માટે આ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી


દિવ્યેશ ધનસુખલાલ દરજી અને રણજિત સક્શેનાએ લાખો કોઈનનું વેચાણ કરી કોઈનને લાગતા સ્ટેકિંગ, લેન્ડિંગ, માઈનિંગ તથા ટ્રેડિંગના પ્લોટફોર્મ બનાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ બીટકોઈન, દેકાડો કોઈન, ઈથીરીયમ મારફતે મેળવ્યા હતા. તમામે દેશ અને વિદેશમાં દેકાડો કોઈનના પ્રમોશન કાર્યક્ર્મો પણ કર્યા હતા. દેકાડો કોઈન માટે તેમને અલગ અલગ સ્કીમો બનાવી હતી, જેમાં 1 માસમાં 42 ટકા સુધીના વળતર તથા 0.5 થી લઈને 7 ટકા સુધી અપલાઈન રેફરલ બોનસ, દર મહિને 12 ટકા, 6 મહિને 72 ટકા વ્યાજ આપવાની, ઉપરાંત લેન્ડીગ પ્લેટફોર્મમાં રોકાણકારોને રોજના 1 થી 2 ટકા વ્યાજ અને લોકીંગ પિરિયડ પૂર્ણ થયા બાદ 15 ટકા સુધી બોનસ કમિશનની જાહેરાત કરી હતી.


વધુમાં વાંચો: શું ‘ભાઉ’એ કરી હતી જયંતી ભાનુશાળીની હત્યા?


3 થી 4 મહિના દરમિયાના દેકાડો કોઈનનું ટ્રાન્ઝેક્શન થયું હતું. કોઈન જયારે લોંચ કર્યો ત્યારે તેનો ભાવ ૧ ડોલર રાખવામાં આવ્યો હતો. જોકે ટુંકાગાળામાં 15 ડોલર સુધી લઈ ગયા હતા. જોકે બાદમાં સરકાર દ્વારા બિટકોઇનનાં પર પ્રતિબંધ મુકાતા કોઈનની કિંમત ઘટીને 0.00003778 ડોલર થઇ ગઈ હતી. આમ દિવ્યેશ દરજીની ગેંગે દ્વારા લોકોને છેતરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સાથે જ રોકાણકારોને રેગ્યુલર વ્યાજ આપ્યા બાદ વેબસાઈટ અને ઓફિસ બંધ કરી દેતા હજારો લોકોના કરોડો રૂપિયા ફસાયા હતા. બનાવ અંગે 48 લાખ ગુમાવનાર ગિરીશકુમાર ધનજી શેલડિયાનું નિવેદન દિવ્યેશ સહિતના આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે.


[[{"fid":"198927","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: સુરત: વારંવાર થતી ચોરીથી કાપડના વેપારીઓ ગિન્નાયા, દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતર્યાં


1.80 કરોડ બિટકોઈન વેચ્યા હતા
ક્રિપ્ટો કરન્સી બીટકોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાં રહેલા દિવ્યેશ દરજીએ પ્રારંભિક પુછપરછમાં પાંચ વોલેટ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેમાં ચાર વોલેટમાં રેફરલ તથા એફિલીએટેડ બોનસ મળ્યું હોવાનું જણાવ્યું હતું. દિવ્યેશ દરજી સહિતના આરોપીએ 2.80 કરોડ બીટકોઈન બજારમાં મૂક્યા હતા. જેમાંથી 1.80 કરોડ બીટકોઈન વેચાયા હતા. દિવ્યેશ દરજીનાં પાંચ વોલેટ માંથી ચાર વોલેટમાં તેણે 16,01,296 ડોલર રેફરલ તથા એફીલીએટેડ બોનસ મેળવ્યું છે.


વધુમાં વાંચો: શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?


જે ધ્યાને લેતા દિવ્યેશ દરજીએ કુલ 1,60,12,960 ડોલરનું (અદાજે રૂા.104 કરોડ) કુલ રોકાણ ઈન્વેસ્ટર્સ મારફતે મેળવ્યું હતું. વધુમાં બીટકનેક્ટ કંપની દ્વારા જ્યારે બીટકોઈન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત 1 ડોલરથી ઓછી રાખ્યા બાદ જાન્યુ-2018 સુધી ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો હતો. જેમાં બીટકનેક્ટ કોઈન કંપનીના બીટકનેક્ટ એક્સચેન્જ ઉપર શેર બજારની જેમ ભાવમાં વધારો દર્શાવી 470 ડોલરની સપાટી સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતુ.


વધુમાં વાંચો: બારીમાંથી છુપાઈને ગે ડોક્ટરનો અશ્લીલ વીડિયો બનાવ્યો, અને પછી...


બુર્જ ખલીફામાં હતી ઓફીસ
કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની CID ક્રાઈમે ધરપકડ કરી હતી. દિવ્યેશ દરજી દુબઈથી દિલ્હી આવી રહ્યો હતો. ત્યારે તેને દિલ્હી એરપોર્ટ પર જ પોલીસે દબોચી લીધો હતો. 2018માં સુરત આવકવેરા વિભાગે સૌથી પહેલા આ કૌભાંડ પકડી પાડ્યું છે. તે સમયે દિવ્યેશ સહિતના આરોપીઓ દુબઈ ભાગી ગયા હતા. મહત્વનું છે કે દિવ્યેશ દરજી બીટકોઈન કૌભાંડનો એશિયા હેડ હતો. નોટબંધી બાદ તેણે બીટકનેક્ટ નામની કંપની શરૂ કરી હતી. પોતાના બિઝનેશ માટે તેણે દુબઇના બુર્જ ખલીફામાં 135મા માળે ઓફીસ પણ રાખી હતી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...