Loksabha Election 2024: રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનિતી ઘડવા માટે ગોતા ખાતે બેઠક યોજાઈ. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા. રૂપાલા વિવાદનો હજુ અંત નથી આવ્યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી. જેથી હવે ગુજરાતભરમાં પરશોત્તમ રૂપાલાની વિરોધમાં પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રૂપાલાને માફી આપવા માટે ક્ષત્રિયો તૈયાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયચંદોના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન નબળુ પડ્યુંઃ પદ્મિનીબા વાળા


રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી
અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે 14 તારીખે સંમેલનમમાં અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નથી, જેથી આજથી અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. રાજ્યની 26 લોકસભામાં 120થી વધુ સંસ્થાના આગેવાન આજે બેઠકમાં હાજર રહ્યા હતા.


વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓનો મોટો નિર્ણય


માતા, બહેન, દીકરીઓ પ્રતીક ઉપવાસ કરશે
સંકલન સમિતિ પહેલાં કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની બેઠકના મુદ્દાને સંકલન સમિતિએ બહાલી આપી હતી. ત્યારબાદ રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી. ક્ષત્રિયો હવે આવતીકાલથી દરેક જિલ્લા મથક પર માતા, બહેન, દીકરીઓ પ્રતીક ઉપવાસ કરશે. સતત સાત મે સુધી એક દિવસના પ્રતીક ઉપવાસ ચાલશે. 21 બહેનો ઉપવાસ કરે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે. કરણસિંહ ચાવડાએ કહ્યું કે કમિશનરના કાળા વાવટા ન ફરકાવવાના જાહેરનામા સામે કોર્ટમાં જાહેર હિતની અરજી કરી. કેસરીયો એટલે ક્ષત્રિયનો રંગ છે. પરંતુ હવે કેસરીયા ધ્વજમાં રામજીના ફોટો સાથે ભાજપનો વિરોધ કરશે. પ્રચાર માટે ભાજપને ઘૂસવા નહી દેવાય. આ સિવાય પાંચ ઝોનમાંથી ક્ષત્રિય સમાજ રથ કાઢશે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી ધર્મરથ નિકળશે. 22 એપ્રિલથી ધર્મ રથની શરૂઆત થશે.  


આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મૌસમ? વરસાદ વિધ્ન ઊભું કરશે કે ગરમી ભૂક્કા કાઢશે?


આઠ બેઠક પર અમે નિર્ણાયક હોઈ તેમને કાંટાની ટક્કર આપીશું
કરણસિંહ ચાવડાએ વધુમાં કહ્યું કે, ધર્મ રથ સાથે ભાજપને મત કેમ ન આપવા તે અંગે વાત કરવામાં આવશે. જિલ્લા તાલુકા શહેર અને ગ્રામ્ય સમિતિની વરણી કરવામાં આવી. આંદોલનનુ એપી સેન્ટર હવે રાજકોટ રહેશે. સંઘર્ષ લાંબો ચાલવાનો હોવાથી લીગલ સમિતિ પણ બનાવવામાં આવશે. આજની બેઠકમાં મત એ જ શસ્ત્રનું સૂત્ર આપવામાં આવ્યું છે. ભાજપને 26 બેઠકો પર હરાવવા અમે કટીબદ્ધ હરાવવા માટે જે કરવુ પડશે એ કરીશું. અમે રાજકોટ બેઠક પરથી 100 ટકા રૂપાલાને હરાવીશું. આઠ બેઠક પર અમે નિર્ણાયક હોઈ તેમને કાંટાની ટક્કર આપીશું. પાંચ લાખની લીડની વાત ભુલી જાય અને કાંટાની ટક્કર પર લાવી દઇશું. 


રેલવેમાં અપડાઉન કરનાર ખાસ વાંચે: 21 મેના રોજ અમદાવાદ-વડોદરાની આ ટ્રેનો થશે પ્રભાવિત


યુદ્ધમાં રણનિતિ હોય એ પ્રમાણે ચાલ બદલવી પડે
કરણસિંહ ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધમાં રણનિતિ હોય એ પ્રમાણે ચાલ બદલવી પડે. રાજકોટનો પ્રવાસ કરતાં માલુમ પડ્યું કે જો 300 ફોર્મ ભરત તો ભાજપને સીધો ફાયદો થાય, માટે ફોર્મ ભરવાનો નિર્ણય મોકુફ રખાયો છે. અમે માત્ર ભાજપની સામે મતદાન માટે અપીલ કરીશું. કોને મત આપવો એ અમે નહીં કહીએ અમે કોઇ પક્ષનું નામ નહીં લઇએ. ભાજપની સામે જે હશે એને મત મળશે. તેમણે પદ્મીની બા વાળાને ટાંકીને કહ્યું કે તેમની સાથેનો ઇશ્યુ પુરો થઇ ગયો છે. આ આંદોલન સમાજનું છે કોઇની તૃષ્ણાઓ સંતોષવાનું નથી. અમારો વિરોધ ચાલુ રહેશે ભલે વાવટાઓનો કલર બદલાય. હવે ક્ષત્રિય સમાજ કોઇ મોટું સંમેલન કરશે નહીં. અમારા જે કાર્યક્રમ થશે એ ભાજપને હરાવવા માટેના થશે. અમને તમામ બેઠક પર રૂપાલા દેખાય છે. જે બેઠક ભાજપના ઉમેદવાર છે તેની સામેના ઉમેદવારનો સમાજ એ અમારો સમાજ. પ્રધાનમંત્રી હોય ગૃહમંત્રી હોય કે કોઇ પણ તેમનો નિયમ મુજબ વિરોધ થશે. 


'તારક મહેતા...'શો કેમ છોડી દીધો હતો? ટપ્પુ ફેમ રાજ અનડકટે હવે કર્યો મોટો ખુલાસો


તૃપ્તિબા રાઓલનું નિવેદન
સંકલન સમિતિના સભ્ય તૃપ્તિબા રાઓલે પણ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી લોકશાહી ઢબે લડ્યા અમારી વાત ઉચ્ચસ્તરે પહોંચાડી હતી. અમારી અસ્મિતા પર જે લાંછન લગાડ્યું તે અંગે પાર્ટી નિર્ણય લેશે એવી અમને આશા હતી. જો કે કોઇ ઉકેલ ન આવતાં નવી રણનિતિ અંતર્ગત પ્રતિક ઉપવાસ કરાશે. પ્રતિક ઉપવાસ કથા સ્વરૂપના હશે. રાજ્યના 52 હજાર બુથ પર અમારા માટે રૂપાલા ઉભા છે. નિર્ણાયક મતદાન થાય એ જ અમારૂ લક્ષ્યાંક...


આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવ