'તારક મહેતા...'શો કેમ છોડી દીધો હતો? ટપ્પુ ફેમ રાજ અનડકટે હવે કર્યો મોટો ખુલાસો

Taarak Mehta Ka Ooltah Chashmah: અભિનેતાએ પોતાના બ્લોગ દ્વારા અનેક એવા સવાલોના જવાબ આપ્યા છે જેના વિશે સૌથી વધુ પૂછવામાં આવે છે અથવા તો સર્ચ થાય છે. તેમાં તેણે શો છોડવાનું કારણ જણાવ્યું અને આ સાથે જ ટપ્પુ તરીકે તેની જર્ની કેવી રીતે શરૂ થઈ તે પણ જણાવ્યું. 

'તારક મહેતા...'શો કેમ છોડી દીધો હતો? ટપ્પુ ફેમ રાજ અનડકટે હવે કર્યો મોટો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ટપ્પુના પાત્રમાં જોવા મળેલા રાજ અનડકટે હાલ તો શોને અલવિદા કરી લીધેલી છે. પરંતુ તે બ્લોગ્સના માધ્યમથી પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. અભિનેતાએ પોતાના બ્લોગ દ્વારા અનેક એવા સવાલોના જવાબ આપ્યા છે જેના વિશે સૌથી વધુ પૂછવામાં આવે છે અથવા તો સર્ચ થાય છે. તેમાં તેણે શો છોડવાનું કારણ જણાવ્યું અને આ સાથે જ ટપ્પુ તરીકે તેની જર્ની કેવી રીતે શરૂ થઈ તે પણ જણાવ્યું. 

રાજ અનડકટે આ સાથે એ પણ જણાવ્યું કે બે વાર તેને બિગ બોસની પણ ઓફર મળી ચૂકી છે. જો કે તે તેમાં જવા માંગે છે કે નહીં તે વિશે પણ જાણો. રાજ અનડકટે બોલીવુડ કલાકારો સાથે કામ કરવા અંગે કહ્યું કે એક અભિનેતા તરીકે તમે એ અભિનેતાઓની લિસ્ટ ન બનાવી શકો જેની સાથે તમે કામ કરવા માંગતા હોવ. મને અનેક દિગ્ગજો સાથે કામ કરવાની તક મળી છે પછી ભલે તે સલમાન ખાન હોય, રણવીર સિંહ કે શાહરૂખ ખાન. જ્યારે અમે કેબીસીના સેટ પર ગયા તો મને અમિતાભ બચ્ચન સાથે પણ ફ્રેમ શેર કરવાની તક મળી. આ દરમિયાન મને અમિતજીને કેટલાક સવાલ પૂછવાની પણ તક મળી. મારા પગ કાંપી રહ્યા હતા અને હું ખુબ ગભરાયેલો હતો. પરંતુ તે હિસ્સો ટેલિકાસ્ટ થયો નહતો, આથી તે યાદો મિસ થઈ ગઈ. મે મેકર્સ પાસે તે ફૂટેજ માંગ્યુ હતું પરંતુ પોસિબલ ન થઈ શક્યું. હું બસ આશા રાખું છું કે મને તેમની સાથે ફરીથી કામ કરવાની તક મળે. 

બિગ બોસની ઓફર
રાજ અનડકટે જણાવ્યું કે તેને બે વાર બિગ બોસની ઓફર મળી હતી. તેણે કહ્યું કે હું બિગ બોસમાં જવા ઈચ્છીશ. જો તક મળશે સારું લાગશે. હું આ શોનો ખુબ મોટો ચાહક રહ્યો છું અને તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીના લગભગ બધા સીઝન્સ જોયા છે. હું વાસ્તવમાં જવા માંગતો હતો અને મને 2022 અને 2023માં ઓફર પણ મળી હતી. પરંતુ કેટલાક કારણોસર એવું બની શક્યું નહીં. જો હવે તક મળશે તો ચોક્કસ જઈશ. મને તેનો કોન્સેપ્ટ ખુબ ગમે છે. 

તારક મહેતા વિશે...
તારક મહેતા...શોની સફર વિશે ટપ્પુએ કહ્યું કે શો સાથે જ મારા અનભવને એક શબ્દમાં વર્ણવો હોય તો હું અદભૂત કહીશ. મે આ શોથી ઘણું બધું શીખ્યું છે અને મે અનેક ઉતાર ચડાવ જોયા છે. મારી પાસે આ સાથે અનેક પ્રકારની યાદો છે. મારી ભાવનાઓ જોડાયેલી છે. મે શો સાથે મારી પહેલી ઈન્ટરનેશનલ ટ્રિપ કરી હતી જ્યારે અમે સિંગાપુર ગયા હતા. મે શોથી ઘણું મેળવ્યું છે. આથી આ મારા માટે એક અદભૂત અનુભવ રહ્યો છે. 

આ કારણસર છોડ્યો શો!
શો છોડવાના કારણ વિશે જણાવતા અભિનેતાએ કહ્યું કે મારા મનમાં દર વખત એ સવાલ રહેતો હતો કે મે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો કેમ છોડ્યો? મે આ શો પાંચ વર્ષ સુધી કર્યો અને હું 1000 થી વધુ એપિસોડ તેનો ભાગ રહ્યો. બધુ સુંદર રહ્યું પરંતુ હું કઈક બીજા પાત્રો પણ ભજવવા માંગતો હતો. હું કરિયરમાં ગ્રોથ ઈચ્છતો હતો અને એ દિશામાં કામ કરવા માંગતો હતો. આથી મે આ શો છોડવાનો અને નવા પ્રોજેક્ટ્સ શોધવાનો નિર્ણય લીધો. મને ટપ્પુ તરીકે અપનાવવા અને આટલો પ્રેમ આપવા બદલ હું વાસ્તવમાં તમારા બધાનો આભારી છું. હું જલદી એક નવી ભૂમિકા સાથે પાછો ફરીશ. 

બાળપણથી એક્ટિંગ
રાજ અનડકટે જણાવ્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી છે. તેણે કહ્યું કે હું 15-16 વર્ષથી વધુ સમયથી ઈન્ડસ્ટ્રીનો ભાગ છું. મે મારા અભિનયની કરિયરની શરૂઆત 8-9 વર્ષની ઉંમરથી એક બાળ કલાકાર તરીકે કરી હતી અને જ્યારે હું 21 વર્ષનો થયો ત્યારે હું તારક મહેતા...શોમાં સામેલ થયો. અનેક પોર્ટલ્સ પર મારી જન્મતારીખ ખોટી લખેલી છે. મારો જન્મદિવસ 27 ડિસેમ્બરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news