ગાંધીનગરઃ એક તરફ રાજ્ય કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 6600થી વધુ કેસો સામે આવી ગયા છે. બીજીતરફ સોશિયલ મીડિયા પર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. એક વર્ગ દ્વારા સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી રહી છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાના છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનવાના છે. હવે આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર અફવા શરૂ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થવાનું છે તેવી અફવાઓ ચાલ્યા કરે છે. હાલ ફરી ચર્ચાએ જોર પકડ્યું કે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને હાઈકમાન્ડનું તેડું આવ્યુંછે. આ અફવાને કારણે ચર્ચા થવા લાગી કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાવાના છે. પરંતુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ બાબતોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર