Loksabha Election 2024 : ભાજપમાં કાળો કકળાટ બંધ જ થઈ રહ્યો નથી. જેને પગલે સ્થાનિક નેતાઓમાંથી કોઈકનું પદ જશે. રાજ્યની અડધો ડઝન બેઠકો પર વિવાદો ચાલી રહ્યાં છે. સાબરકાંઠા અને વડોદરામાં તો ફરી જાહેર થયેલા ઉમેદવારો સામે કકળાટ વધ્યો છે. રૂપાલાને બદલવા માટે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. આમ એક સમયે કોંગ્રેસમાં થતો કકળાટ આ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળ્યો છે. ભાજપે આયાતી ઉમેદવારોને મહત્વ આપતાં બળતામાં ઘી હોમવા જેવું કામ થયું છે. 2 દાયકામાં 300થી વધારે નેતાઓ અને 60 હજાર કાર્યકરો ભાજપમાં જોડાયા છે. હવે મૂળ જનસંઘીઓેને આ ખટકવા લાગ્યા છે. એમને એમ લાગે છે કે આયાતી ધારાસભ્ય અને સંસદ બની રહ્યાં છે એમનો ઉપયોગ મજૂરિયા તરીકે થઈ રહ્યો છે. ભાજપમાં આ કકળાટ હવે વધી રહ્યો છે. સાંબરકાંઠામાં 2 વાર ભાજપી નેતાઓએ ગોળ ધાણા ખાઈ લીધા છે પણ ઉમેદવારનો કકળાટ દૂર જ થતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરવામાં આ વખતે કાચું કાપ્યું છે, જેના કારણે ભાજપનો વિરોધ વંટોળ શાંત થતો જ નથી. સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલ્યા પછી ય ઉમેદવાર બદલો તેવી માગ ઉઠી છે. જો સાબરકાંઠામાં ઉમેદવાર બદલાય તો ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને ટિકિટ અને નોકરી ગુમાવવાનો વારો આવે તેમ છે. શોભના બારૈયાએ તો ઓલરેડી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે અને શિક્ષણ વિભાગે આ રાજીનામું મંજૂર કરી લીધું છે. ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એમની પર અભિનંદનના ફૂલો વરસાવ્યા છે કે એક શિક્ષિકા સાંસદના ઉમેદવાર જાહેર થયા છે. હવે શોભના બારૈયાની ટિકિટ કપાઈ તો તેમને નોકરી અને ટિકિટ બંને ગુમાવવાનો વારો આવશે. 


રાજકોટમાં નવી રણનિતી : રૂપાલા સામે 100 ક્ષત્રિયાણીઓ ચૂંટણી લડશે, આજે અહીં થયો વિરોધ


આ પહેલાં પણ વિવાદ ઠારવા માટે ખુદ ગૃહમંત્રીએ હિંમતનગર દોડી જવું પડયું હતું. આમ છતાં વિવાદ ન ઉકેલાતાં ખુદ મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય આગેવાનોને તેડું મોકલીને પાંચ કલાક સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને વન ટુ વન મિટીંગ કરવી પડી હતી. જેમાં હાજર ભાજપી નેતાઓએ ભીખાજી ઠાકોર ચાલશે પણ શોભનાબેન નહીં ચાલેનું સ્પષ્ટ પરખાવ્યું છે. એક આયાતી ઉમેદવારની પત્નીને સ્થાનિક ભાજપ લોકસભાના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી. ભાજપ એ શિસ્ત બદ્ધ પાર્ટી ગણાય છે પણ અહીં પાર્ટીની આબરૂના ધજાગરા ઉડી રહ્યાં છે. આગામી દિવસોમાં આ કકળાટ વધે તો પણ નવાઈ નહીં. ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં 5 ઉમેદવારોને ટિકિટ આપી છે. એ ભાજપી કાર્યકરોને ખટકી રહી છે. 


 


મોહન કુંડારિયા મામલે રૂપાલાનો જ ખુલાસો, જાણો રાજકોટમાં રૂપાલા બદલાશે કે નહીં?


આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ?
રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો - “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગયી છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ - જાતિવાદનો બૉમ્બ છે જે મેરીટ - ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની! આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ??


 


સુરતમાં મહામારી ફેલાઈ : રોગચાળો વકરતા સિવિલના દરેક વોર્ડ દર્દીઓથી ઉભરાયા

  • રૂપાલાએ ક્ષત્રિયોને યાદ કરાવ્યો ક્ષાત્ર ધર્મ, પ્રેસ કોન્ફરન્સમાં વટથી કહી આ વાત