Sabarkantha News શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાનું તખતગઢ ગામ ૨૫૦ જેટલા મકાનો આવેલા છે, જે પૈકીના ૮૦ ટકા મકાનો ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે. જોકે સોલર સિસ્ટમ લગાડવા માટે સ્થાનિક મંડળી દ્વારા લોન આપવામાં આવી છે એ પણ સરળ વાર્ષિક હપ્તે આ લોન આપવામાં આવી છે. જેના કારણે ૮૦ % મકાનો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં સફળતા સાપડી છે. તો બીજી તરફ સૌર ઉર્જાથી વીજનો વપરાશ ઘટ્યો છે.
 
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામ આમ તો ૨૫૦ જેટલા મકાનો ધરાવતું આ ગામ મોટાભાગે ખેતી પર નિર્ભર છે. ત્યારે ગામમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવાની ચર્ચા થઈ. પરંતુ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવી ગામના ખેડૂત પરિવારો માટે શક્ય નહોતું. જોકે ગામ લોકો દ્વારા સ્થાનિક આગેવાનો અને મંત્રીના ચેરમેન સરપંચ દ્વારા મંડળીમાંથી લોન આપવાની સુવિધા ઉભી કરવામાં આવી. જેના કારણે ગામોમાં ૮૦ ટકા સોલાર સિસ્ટમ લગાડવા માટે સફળતા સાંપડી. સ્થાનિક સેવા સહકારી મંડળી દ્વારા એક વ્યક્તિને ૧ લાખ ૩૦ હજાર જેટલી લોન સાબરકાંઠા જ સહકારી બેંક થકી આપવામાં આવી હતી. જેના કારણે આજે ગામમાં ૮૦ ટકા સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે. આ કારણે લાઈટ બિલ માં મોટી રાહત મળી છે. સાથે જ જાવકમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ સૌર ઉર્જા થકી સરકારી વીજનો પણ વપરાશ ઘટ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંઘમ બની Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમ


રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમમાં ફાયદો થાય અને સરકારના ઉર્જા વિભાગને પણ ઉત્પાદનમાં ફાયદો થાય તે માટે રૂફટોપ સિસ્ટમમાં સબસીડી પણ જાહેર કરવામાં આવી હતી. જોકે દોઢથી બે લાખ રૂપિયા જેટલો ખર્ચ હોવાના કારણે મધ્યમ વર્ગના પરિવારો પર ભારણ થતું હોય છે. જોકે તખતગઢ ગામ પંચાયત અને ગામ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું જેમાં ગામમાં આવેલી સેવા સહકારી મંડળીને મધ્યસ્થી બનાવી અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકમાંથી એક લાખ ૩૦ હજાર રૂપિયા સુધીની લોન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. જેના કારણે ગામમાં સોલર રૂફટોપ સિસ્ટમ લગાડી શકાય અને ખેડૂતોની સિઝન પ્રમાણે વર્ષ દરમિયાન એક સરળ હપ્તે લોન મળી રહે તેવી વ્યવસ્થા થકી આજે ગામોમાં ૮૦ ટકા સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં ગામના આગેવાનોને સફળતા મળી છે.


પાણી માટે તડપતા ગુજરાતના આ જિલ્લાના લોકો માટે આનંદના સમાચાર, સરકારે આપી આ મંજૂરી


એટલું જ નહીં પરંતુ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવ્યા પછી વીજબિલ ભરવાનું થતું નથી. જોકે વાર્ષિક વીજ બીલ જે આવતું હોય છે તેમાં યુનિટ વપરાશ કરતા વધુ જમા હોય છે. જેના કારણે દ્વારા વર્ષ દરમિયાન વપરાશ કરતા વધારાના યુનિટના પૈસા પણ પરત મળતા હોય છે. સૌર ઉર્જાથી વીજળીના વપરાશમાં ઘટાડો થયો છે. તો ઇલેક્ટ્રિક સગડીઓનો ઉપયોગ કરવાથી ગેસનો વપરાશ પણ ઓછો થયો. તખતગઢ ગામના ખેડૂત પરિવારોને ત્રણ ગણો ફાયદો જોવા મળી રહ્યો છે.


એક તરફ રાજ્ય સરકાર રાજ્યના લોકો માટે અનેક સહાયતા રૂપ યોજનાઓ જાહેર કરતી હોય છે. પરંતુ કેટલીક વિસંગતતાઓના કારણે પુરા પ્રમાણે લોકો લાભ લઈ શકતા નથી. તેવું જ આ ગામમાં બન્યું હતું. પરંતુ ગામ લોકો અને સ્થાનિક મંડળીના સહયોગથી આજે સંગતતાઓ દૂર થઈ અને ગ્રામજનોને સોલાર રુપટોપ સિસ્ટમનો લાભ મળી રહ્યો છે.


સાળંગપુરમાં દર્શન કરવા જાઓ તો ધ્યાન રાખો, 58 સંવેદનશીલ સ્પોટ પર મૂકાયો આ પ્રતિબંધ