સિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો

Gujarat Police : ગુજરાત પોલીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, સરકારની ટીકા પણ નહીં ચાલે: ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો

સિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો

Gandhinagar News ગાંધીનગર : રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે. 

આ નવી આચાર સંહિતામાં જણાવ્યું કે, સંદર્ભ-(૧) અને (૨)માં દર્શાવેલ આદેશોથી પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપા અંગેની આચારસંહિતા બહાર પાડવામાં આવેલ હતી, પરંતુ, Information and Communicat Technology માં ત્વરિત ગતિએ થતા બદલાવોને ધ્યાને રાખી ગુજરાત પોલીસના સદસ્યો માટેની સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતની આચારસંહિતામાં સુધારો કરવા અંગે વિચારણા હેઠળ હતી. જે બાબતે નવી આચારસંહિતા, ૨૦૨૩ બહાર પાડવામાં આવી છે.

ગુજરાત પોલીસના દરેક સંવર્ગના પોલીસ અધિકારી/ કર્મચારીઓ જયારે તેઓ સત્તાવાર અને ખાનગી ઉપયોગમાં સોશિયલ મીડિયાનો ભાગ બને છે. ત્યારે આ આચારસંહિતા લાગુ પડશે. સોશિયલ મીડિયાની તમામ સોશિય- નેટવર્કિંગ સાઈટ્સ આ પરિપત્રના ઉપયોગમાં સમાવિષ્ટ છે. જેવી કે ફેરાબુક-માઇક્રો બ્લોગિંગ સાઇટ્સ જેવી કે – ટ્વિટર ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ જેવા કે – વોટ્સએપ અને ટેલિગ્રામના ગ્રુપ્સ, વીડિઓ શેરીંગ સાઈટ્સ જેવી કે – યુ- ટ્યુબ, જો કે, આ પરિપત્રમાં એ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જેમાં મોબાઇલ આધારિત એવું કોઈ પણ પ્લેટફોર્મ જેના થકી કોઇ વ્યક્તિ અથવા એજન્સીને પારસ્પરિક (ઇન્ટરેક્ટિવ) રૂપે વાતચીત કરવા માટે સક્ષમ બનાવે છે અને વપરાશકર્તા દ્વારા નિર્માણ કરેલી સામગ્રીનું વિનિમય કરી શકાય છે.

આ આચારસંહિતા મુજબ, હવે ગુજરાત પોલીસના કોઈ પણ કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ કે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર નહિ કરી શકે. તેમજ પોલીસ કર્મચારીઓ સરકાર વિરુદ્ધ કોઈ પણ ટીકા કે ટિપ્પણી સોશિયલ મીડિયા પર પણ નહિ કરી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news