રઘુવીર મકવાણા/બોટાદ: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલતા 175માં શતામૃત મહોત્સવને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવમાં 2225 સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ વિભાગોમાં પાંચ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નઝર રાખવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા 100થી વધુ VVIP આવશે અમદાવાદ, PM મોદી સાથે આ નામો છે યાદીમા


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હાલ કષ્ટભંજન દેવની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યો છે. ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ જે મહોત્સવમાં દેશ વિદેશના લાખોની સંખ્યામાં ભાવિકો આ 7 દિવસના કાર્યક્રમમાં દર્શન લાભ લેવા આવી રહ્યા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ પ્રકારની ગતિવિધિ પર ધ્યાન રાખી શકાય તેમજ સંપૂર્ણ મંદિર સભા સ્થળ પ્રદર્શન સ્થળ સહિતના વિશાળ પરિસરમાં કુલ 2100 થી 2225 જેટલા સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવ્યા છે.


આને કહેવાય ખરો દેશપ્રેમ! ભારત ફાઈનલમાં વિજયી બને તે માટે સુરતથી પગપાળા સંઘ વીરપુર


સમગ્ર સીસીટીવી કેમેરાથી નજર રાખવા માટે વિશેષ 5 જેટલા સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે જ્યાંથી સતત 24 કલાક તમામ પ્રકારની ગતિવિધિ રાખી રહ્યા છે બાજ નજર, સાથે જ કોઈ પણ પ્રકારની ઘટના બને તો તે સીસીટીવી માધ્યમથી જાણી અને જોઈ શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આમ સમગ્ર શતામૃત મહોત્સવને સીસીટીવી થી સજ્જ કરાયો છે. 


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બરમાં લેવાનારી 7 જેટલી પરીક્ષાઓ મોકુફ, વાંચો અહી