આને કહેવાય ખરો દેશપ્રેમ! ભારત ફાઈનલમાં વિજયી બને તે માટે સુરતથી પગપાળા સંઘ વીરપુર પહોંચ્યો

પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 224મી જયંતીને લઈને વર્લ્ડ કપમાં ભારત વિજય બને તે માટે જલારામ બાપાને પ્રાર્થના સાથે ભારત માતાની જય વંદે માતરમના નારા સાથે સુરતના ગભેણીના પદયાત્રીઓનો સંઘ વીરપુર પહોંચ્યો હતો.

આને કહેવાય ખરો દેશપ્રેમ! ભારત ફાઈનલમાં વિજયી બને તે માટે સુરતથી પગપાળા સંઘ વીરપુર પહોંચ્યો

નરેશ ભાલિયા/રાજકોટ: સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવતી કાલે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 224મી જયંતીને લઈને વર્લ્ડ કપમાં ભારત વિજય બને તે માટે જલારામ બાપાને પ્રાર્થના સાથે ભારત માતાની જય વંદે માતરમના નારા સાથે સુરતના ગભેણીના પદયાત્રીઓનો સંઘ વીરપુર પહોંચ્યો હતો.

ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આવતી કાલે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાશે,પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડે છે. 

પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 14 વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આજે વીરપુર આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને ભારત દેશ વર્લ્ડ કપમાં વિજેતા થાય તે માટે પૂજ્ય બાપાના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી.

આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 500 થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેણીથી નીકળ્યા હતા. બાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ ઓસ્ટ્રેલિયા સાથે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીતે માટે જલારામ બાપાની જય તેમજ ભારત માતાની જય વંદે માતરમ ના નારા લગાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news