સલમાને આપ્યું એવું નિવેદન જે જાણીને કેટરિનાને લાગી શકે છે જોરદાર આંચકો !
સલમાને બોલિવૂડની લગભગ તમામ ટોચની હિરોઇનો સાથે કામ કર્યું છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રર સલમાન ખાને ઇન્ડસ્ટ્રીમાં અનેક ટોચની હિરોઇનો સાથે કામ કર્યું છે જેમાં કેટરિના કૈફ તેમજ અનુષ્કા શેટ્ટીના નામ શામેલ છે. જોકે હાલમાં સલમાને એક એવું નિવેદન કર્યું છે જે જાણીને કદાચ કેટરિના અને અનુષ્કાને ખરાબ લાગી શકે છે. હકીકતમાં સલમાન હાલમાં જ માધુરી દીક્ષિતના શો ડાન્સ દિવાનેમાં પહોંચ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે જેકલિન આ પેઢીની સૌથી સારી એક્ટ્રેસ છે. સલમાન અને જેકલિન બહુ જલ્દી 'રેસ 3'માં જોવા મળશે.
28 મે : આ દિવસે જાહેર થશે 10મા ધોરણનું પરિણામ
આ શોની જજ માધુરી દીક્ષિતના ગીત 'એક..દો..તીન..'ના રિમેકમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા જેકલિને કહ્યું કે મને ખબર નહોતી કે ભગવાના મારા પર એટલો મહેરબાન થશે કે આ ગીતમાં ડાન્સ કરવાની મને તક મળશે. જેકલિન પોતાની વાત પુરી કરે એ પહેલાં સલમાને તેને રોકી અને કહ્યું કે જેકલિન આ પેઢીની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી છે. સલમાન અને જેકલિન આ પહેલાં 'કીક'માં સાથે કામ કરી ચુક્યા છે અને હવે 'રેસ 3'માં સાથે જોવા મળશે.
'રેસ 3'નું ડિરેક્શન રેમો ડી સુઝાએ કર્યું છે અને ફિલ્મમાં સલમાન તેમજ જેકલીન સિવાય બોબી દેઓલ, ડેઇઝી શાહ, અનિલ કપૂર તેમજ સાકિબ સલીમ જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં જ રિલીઝ કરાયું છે અને એનું પ્રમોશન હાથ ધરવામાં આ્વ્યું છે. આ ફિલ્મ 15 જુને રિલીઝ થશે.