અમતિ રાજપુત, અમદાવાદ: દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને હાઇકોર્ટના આદેશ બાદ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રથમ વખત તૂટી છે. જેને લઇને જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રથયાત્રા પર વિવાદ થતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, જાણો શું કહ્યું...


રથયાત્રાની નગરયાત્રા મામલે હાઇકોર્ટના આદેશ બાદ 143મી રથયાત્રા ન નીકળતા સરસપુરના સંત ઉપવાસ પર ઉતર્યા હતા. જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત આવ્યો હતો અને સંત લક્ષ્મણદાસજી મહારાજે ઉપવાસ અને આંદોલનની હઠ છોડી હતી. જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજે નગરજનોને આશીર્વાદ આપ્યા હતા. સરકાર તરફથી ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહે મધ્યસ્થી કરાવતા વિવાદનો અંત આવ્યો હતો.


આ પણ વાંચો:- ખોટા વ્યક્તિ પર ભરોસો રાખ્યો, અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઇ: મહંત દિલીપદાસજી


ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા પર નિકળ્યા ન હતા અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી હતી. રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube