ખોટા વ્યક્તિ પર ભરોસો રાખ્યો, અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઇ: મહંત દિલીપદાસજી

દિલીપદાસજી મહારાજ રથયાત્રા સંપન્ન થતા ભાવુક થયા અને કહ્યું કે મારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ખોટા વ્યક્તિ પર મે રાખ્યો ભરોસો રાખ્યો હતો. દિલીપદાસજી મહારાજે મંગળા આરતી સુધી ભરોસો અપાયો હોવાનો પણ દાવો કર્યો હતો.

ખોટા વ્યક્તિ પર ભરોસો રાખ્યો, અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઇ: મહંત દિલીપદાસજી

આશ્કા જાની, અમદાવાદ: અમદાવાદની 143મી રથયાત્રા પૂર્ણ થયા બાદ મહંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. દિલીપદાસજી મહારાજ રથયાત્રા સંપન્ન થતા ભાવુક થયા અને કહ્યું કે મારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ખોટા વ્યક્તિ પર મે રાખ્યો ભરોસો રાખ્યો હતો. દિલીપદાસજી મહારાજે મંગળા આરતી સુધી ભરોસો અપાયો હોવાનો પણ દાવો કર્યો હતો. પરંપરાગત રીતે રથયાત્રા નીકળે તેવી મહંતની ઈચ્છા હતી. મંગળા આરતી સુધી તેમના આશા હતી કે, પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. દિલીપદાસજી મહારાજના આ નિવેદનથી અનેક સવાલો પણ ઉભા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરમાં સવારે મુખ્યમંત્રીએ ભગવાનનો રથ 10 ફૂટ જેટલો ખેંચ્યો હતો. તેમની વિદાય પછી મંદિરના મહંત દિલીપદાસજી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્રણેય રથને 7 વખત પરિક્રમા કરાવવાને બદલે 1 પરિક્રમા પછી પોલીસે અટકાવતા મહંત દિલીપદાસજી રિસાઇ ગયા હતા અને તેમને દોઢ કલાક સુધી ઉચ્ચ અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

૧૪૩ વર્ષની ઐતિહાસિક પરંપરા તુટ્યાનુ
સૌને અત્યંત દુઃખ છે પરંતુ,

છેલ્લા ૨૫ વર્ષથી ખાલી ભાષણો થકી જ
ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે,

હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા
અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનુ
કામ શું કામે અને કોના ઈશારે કર્યું હશે.? pic.twitter.com/WcZOWpTrWa

— Paresh Dhanani (@paresh_dhanani) June 24, 2020

મુખ્યમંત્રીના ગયા બાદ પોલીસે રથને કોર્ડન કરી લીધા હતા. ત્યારબાદ મહંત, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસ વડા શિવાનંદ ઝાએ ચર્ચા કરી હતી. મંદિરનો આગ્રહ રથ ગેટ સુધી લઈ જવાનો હતો પરંતુ પોલીસ આ માટે તૈયાર ન હતી. ભક્તોને પણ દૂરથી દર્શન કરવા દેવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં રથ ફેરવતી વખતે ભાઈ બલરામનો મુગટ નીચે પડી ગયો હતો. થોડા ઘણા ભક્તોને પણ લાઈનમાં દર્શન કરવા જવા દેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news