`સરદાર PM ન બન્યાં તે માટે ગાંધીજી-નહેરુ જવાબદાર`, સરદાર પટેલના પરિજનોનો બળાપો
સરદાર પટેલની 143મી જન્મજયંતી પર આજે દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું.
અમદાવાદ: સરદાર પટેલની 143મી જન્મજયંતી પર આજે દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું. આ મૂર્તિના અનાવરણ બાદ ભારતની છાતી ગજ ગજ ફૂલી ગઈ છે.. ભારત હવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પોતાની પાસે હોવાનું ગર્વ લઈ શકશે. આ લોકાર્પણ સમારોહમા અનેક હસ્તીઓનું આગમન થયુ છે. પરંતુ આ મહેમાનોમાં ખાસ બન્યા છે સરદાર પટેલના પરિવારજનો. સરદાર પટેલના પરિવારના અંદાજે 35 જેટલા સદસ્યો આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા.
આ પણ વાંચો : પટેલ PM હોત તો કાશ્મીર...
આજે સવારે સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્ર ધીરૂભાઇ અને સરદાર પટેલના નાનાભાઇ કાશીભાઇ પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલ, સરદાર પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્રી ઉર્મિલાબેન સહિત 35 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. ધીરુભાઈએ આ પ્રસંગે ડીએનએ સાથે ખાસ વાત કરતા કહ્યું કે, "તેમના દાદાને અન્યાયનો સામનો કરવો પડ્યો કારણ કે તેમને ભારતના પ્રથમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા નહોતા. આ બદલ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ જવાબદાર હતા. જો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો આપણા દેશનું નસીબ કંઈક અલગ જ હોત."
સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાતી છાતી ગજ ગજ ફૂલી, PMએ રાષ્ટ્રને સમર્પિત કર્યું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’
તેમણે આ સાથે કોંગ્રેસ પર વધુ બળાપો કાઢતા એમ પણ કહ્યું કે નહેરુ અને ગાંધીની ખોટી કામગીરીના હવે જગજાહેર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે "સરદાર પટેલને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવવા જોઈતા હતાં. કોંગ્રેસ સરદાર વિશે ખોટી ધારણાઓ ફેલાવે છે. તેમણે ક્યારેય સરદારના યોગદાનને મહત્વ મહત્વ આપ્યું નથી, માત્ર નહેરુની છબી જ ઉજાળવાનું કામ કર્યું છે."
ગુજરાતના આ ગામમાં ભગવાન સાથે સરદાર પટેલની પણ થાય છે પૂજા
ધીરુભાઈ અને તેમના પરિજનો સ્પષ્ટપણે માને છે કે સરદાર પટેલની છબિને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં પીએમ નરેન્દ્ર મોદીનો ફાળો છે. ધીરભાઈના બહેન ઉર્મિલાબહેને કહ્યું કે "ભૂતકાળને બાજુ પર રાખતા આજે અમે ખુશ છીએ. અમારા દાદાજીને પીએમ મોદી દ્વારા આ માન સન્માન મળ્યું તે અમારા પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે. તેઓ એક મહાન નેતા છે".
ગુજરાતના વધુ સમાચારો માટે કરો ક્લિક...