નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો
ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
અમદાવાદ :ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
નર્મદા ડેમ 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર દોઢ મીટર બાકી, હાલ 23 દરવાજા ખુલ્લા
ગુજરાત સરકાર તરફથી સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધાર્યા બાદ જળસ્તરને 138 મીટરથી ઉપર લઈ જવાના પ્રયાસોથી મધ્ય પ્રદેશના 192 ગામ અને એક નગરના હજારો પરિવારો પર સંકટ આવી ગયું છે. 100 ગામ તો એવા છે, જ્યાં ડેમનું બેકવોટર ભરાય છે અને તે ગામો સાથે સંપર્ક તૂટી ગયું છે. મધ્ય પ્રદેશના બોર્ડર પર સરદાર સરોવર ડેમમાં 138.68 મીટર સુધી પાણી ભરાવાનું છે. પાણીની સપાટી 131 મીટરથી ઉપર ગયા બાદથી ધાર, અલિરાજપુર અને બડવાનીના અનેક જિલ્લાઓમાં પાણી પહોંચવા લાગ્યું છે.
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
આંદોલનકારીઓએ નર્મદા ટ્રિબ્યુનલ અને સુપ્રિમ કો્રટના નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે, ડૂબાણના પહેલા સંપૂર્ણ પુર્નવાસ કરવાની સરકારની કાયદાકીય જવાબદારી છે. ડેમમાં પાણીનું સ્તર 134 મીટરથી ઉપર પહોંચી ચૂક્યુ છે અને કેન્દ્ર તથા ગુજરાત સરકાર તરફથી સતત 32000 પરિવારોને બેધ્યાન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :