ઝી બ્યુરો/સુરત: સુરતની સારોલી પોલીસે નિયોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 31 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ગુજરાતમાં સારા વરસાદ માટે જોવી પડશે લાંબી રાહ? અંબાલાલની આ આગાહી ભુક્કા બોલાવશે!


સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતાં લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની સારોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે,. નિયોલ ચેકપોસ્ટ પાસે તપાસ દરમિયાન પોલીસે બે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક મહિલા અને એક પુરુષને 31 કિલો 40 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. 


22 વર્ષ બાદ વ્યાજ સાથે રૂપાલાએ કરી વસૂલાત! ગુજરાતમાં ક્ષત્રિયોના અરમાનોના સપૂડાં સાફ


આરોપીઓ ઓરિસ્સાથી સુરત ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા. પોલીસે બીજયકુમાર બાઈનોકુમાર મલિક અને સોમાબારી ઉર્ફે ખુશી નિર્મળા પ્રધાન નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી જે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેની બજાર કિંમત ત્રણ લાખ દસ હજારથી વધુ થાય છે. આરોપીઓએ જણાવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો શંભુ ઉર્ફે ભારી લોચન ખૂંટીયા દ્વારા મંગાવવામાં આવ્યો છે અને ગાંજાનો જથ્થો બાબુ ઉર્ફે ચિન્ટુએ મોકલ્યો છે. 


લોકસભા રિઝલ્ટ! ગુજરાતમાં 30 વિધાનસભા પર કોંગ્રેસ મજબૂત, ભાજપનો વોટશેર ઘટ્યો


હાલ તો પોલીસે આ બંને ઈસમો ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ મહિલા અને પુરુષ અગાઉ આવા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ