હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ

સીએમ-પીએમ રહેતા અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતની સરકાર ચલાવી છે. આ વખતે 12 સહયોગી દળોથી તાલમેલ કરી સરકાર ચલાવવી પડશે. હવે ગઠબંધન સરકારમાં ચંદ્રબાબૂ નાયડૂ અને નીતીશ કુમાર મજબૂત સ્થિતિમાં હશે. તેની અસર યુસીસી, એક દેશ એક ચૂંટણી જેવા મોટા એજન્ડા પર પણ પડશે. 
 

હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 2010 બાદ પ્રથમ વખત દેશ ગઠબંધનની સરકાર જોશે. જોકે, આ પહેલાં પણ 2014 અને 2019માં ભાજપે ગઠબંધન ધર્મ નીભાવીને સરકાર ચલાવી છે પરંતુ, પ્રથમ વખત ભાજપ પાસે બહુમતી નથી. NDAની સરકારનો સંપૂર્ણ દારોમદાર હાલ નીતીશ બાબુ અને ચંદ્રબાબુ પર છે. આ અહેવાલમાં આપણે એ જાણીએ કે કેવી રીતે પ્રથમ વખત ગઠબંધનની સરકારનું ગણિત સફળ થશે.

કેન્દ્રમાં NDAની સરકારનો જેમના પર દારોમદાર છે એવા નીતીશ કુમાર વિપક્ષી ગઠબંધનના નેતા અને RJD પ્રમુખ તેજસ્વી યાદવ સાથે એક જ ફ્લાઈટમાં બેસીને દિલ્લી આવ્યા હતા. સવાલ એ છેકે શું કેન્દ્રમાં NDAની સરકાર બનશે તો પણ પલટીમારુ નેતાઓ પર ભાજપ ભરોસો કરી શકશે..? લોકસભા ચૂંટણી 2024ના પરિણામની સાથે જ ભાજપની આગેવાની હેઠળ NDAએ અને કોંગ્રેસની આગેવાની હેઠળ INDIA ગઠબંધને સરકાર બનાવવની કવાયત તેજ કરી દીધી છે. 543 સદસ્યની લોકસભામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી.
 
કેન્દ્રમાં સરકાર બનાવવા માટે હાલ દારોમદાર બે ક્ષેત્રિય પાર્ટી ટીડીપી અને જદયૂ પર ટકેલો છે. એટલે કે, જો નીતીશ અને ચંદ્રબાબુ નાયડુ ધારે તો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે અને ધારે તો કેન્દ્રમાં વિપક્ષની પણ સરકાર બનશે. નરેન્દ્ર મોદીને અત્યાર સુધી પ્રચંડ બહુમતની સરકાર ચલાવવાનો અનુભવ રહ્યો છે. 2014 અને 2019માં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો. છતાં કેન્દ્રમાં કોઈ દબાણ વગર ગઠબંધનની સરકાર હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યાર પણ ભાજપ પાસે પૂર્ણ બહુમતની સરકાર હતી..

પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે ભાજપ પૂર્ણ બહુમતમાં નથી છતાં પણ સરકાર બનાવશે. એવામાં ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર જેવા પલટુમારોને સંભાળવામાં PM મોદીએ ઘણી મહેનત કરવી પડશે. PM મોદી સામે સૌથી મોટો પડકાર ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારને સાથે લઈને ચાલવાનો હશે. ચંદ્રબાબુ નાયડુની તેલગુ દેશમ પાર્ટી લોકસભાની 16 બેઠક જીતી છે. જ્યારે નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ 12 બેઠક જીતી છે. આ બંને પક્ષોએ મળીને જ NDAને બહુમતના 272ના આંકડાની પાર પહોંચાડી શકે છે. હાલ NDAને 292 બેઠક મળી છે. એટલે કે આ બંને પાર્ટી NDAમાંથી નીકળી જાય તો NDA પાસે 264 બેઠક જ રહે.

આ સમીકરણને જોતા જ વિપક્ષ પણ હરકતમાં આવ્યું છે અને સરકાર બનાવવા માટેની કવાયત શરૂ કરી છે. સરકાર રચવાનો દાવો અને સરકાર રચવાની તૈયારી વચ્ચે દિલ્લીમાં બેઠકોનો ધમધમાટ છે.. INDIA અને NDAના તમામ પ્રમુખ નેતાઓના દિલ્લીમાં ધામા છે. ત્યારે જોવું એ રહ્યું કે, ક્ષેત્રિય પાર્ટીઓ પર દેશની રાજનીતિમાં કેટલો દારોમદાર રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news