લોકસભા રિઝલ્ટ! ગુજરાતમાં 30 વિધાનસભા પર કોંગ્રેસ મજબૂત, ભાજપનો વોટશેર ઘટ્યો

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધનનો વોટશેર 33.93 ટકા રહ્યો છે. જેમાં કોંગ્રેસનો વોટ શેર 31.24 ટકા છે. છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 31 ટકાની આસપાસ રહ્યો છે. 30 ટકા ગુજરાતીઓ કોંગ્રેસને આજે પણ વોટ આપે છે. 

લોકસભા રિઝલ્ટ! ગુજરાતમાં 30 વિધાનસભા પર કોંગ્રેસ મજબૂત, ભાજપનો વોટશેર ઘટ્યો

Lok Sabha Election Result 2024: ગુજરાતમાં ભાજપ 4 બેઠકો નવસારી, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલ સિવાય ક્યાંક પાંચ લાખથી વધુની લીડને પાર થઈ શકાયુ નથી. બનાસકાંઠા, જૂનાગઢ, ભરૂચ, પાટણ અને આણંદ એમ પાંચેક લોકસભા ક્ષેત્રો હેઠળની ૩૦ વિધાનસભાઓમાં આ ચૂંટણીની અસર રહી છે.  અહીં ભાજપનું જોર ઘટયું છે. અઢી વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસે અલગ અલગ ચૂંટણી લડતાં કોંગ્રેસ 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. 

લોકસભાની ચૂંટણીની લાંબો ટાઈમ અસર રહી તો બનાસકાંઠા, ખેડા જિ.પંચાયત અને ૭૫ પાલિકાઓમાં કોંગ્રેસ ફાવે તેવી સંભાવના છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હોમ ટાઉનમાં તમામ 26 બેઠકો જીતીને હેટ્રીક ફટકારવાના પ્રયાસમાં મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે બનાસકાંઠા બેઠક કબજે કરી ભાજપને ઝટકો આપ્યો છે.  ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો જીતી હતી, પરંતુ ચૂંટણી પંચના ડેટા મુજબ, 2019ની ચૂંટણીમાં તેનો વોટ શેર 63.11 ટકા હતો તે ઘટીને 61.86 ટકા થઈ ગયો છે. 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધનનો વોટશેર 33.93 ટકા રહ્યો છે. જેમાં કોંગ્રેસનો વોટ શેર 31.24 ટકા છે. છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 31 ટકાની આસપાસ રહ્યો છે. 30 ટકા ગુજરાતીઓ કોંગ્રેસને આજે પણ વોટ આપે છે. 

આમ આદમી પાર્ટી (AAP) ભરૂચ અને ભાવનગર બેઠકો જીતી શકી નથી. આપના બંને ધારાસભ્યોને ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં વિપક્ષ એક થઈને લડયો તેમાં સૌથી વધુ વસ્તી અને ક્ષેત્રફળ ધરાવતા બનાસકાંઠા જેવા મોટા જિલ્લામા કોંગ્રેસને જીત મળી છે. ભાજપનો એકાધિકાર તુટ્યો છે. લોકતંત્રની આ જ ખુબી આગમી સમયમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત, ૧૨ તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસના પગપેસારા માટેનો રસ્તો ખોલી આપે તો નવાઈ નહી બનાસકાંઠા સાથે સપ્ટેમ્બર પછી ખેડા જિલ્લા પંચાયત અને તેના તાબાની પાંચ તાલુકા પંચાયતો તેમજ રાજ્યમા ૭૫થી વધારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ સામે એક મજબૂત પડકાર ઉભો થશે. 

સપ્ટેમ્બર પછી છ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. રાજકીય પક્ષના નિશાન વગર યોજાતી સરપંચોની ચૂંટણી એ પણ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં હારજીતના સમીકરણો નક્કી કરતી હોવાથી આગામી સમય રસપ્રદ બની રહશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news