રાજેન્દ્ર ઠક્કર/ભુજ : કચ્છ સાથે દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી. પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતા કંડલા કોમ્પ્લેક્ષ અને  દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી છે. સ્પાઈસ જેટ વિમાની કંપની દ્વારા આગામી 10 ઓકટોબરથી કંડલા -દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ સુવિધાથી કચ્છની લાંબા સમયની માંગ સંતોષાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની Corona ને કાબુમાં લેવાની રામબાણ તરકીબ, Test ઘટાડો એટલે દર્દી આપોઆપ ઘટી જશે !


કચ્છની લાંબા સમયની માંગ સંતોષાઈ હોવાનું જણાવી ઉદ્યોગ જગતે આ નિર્ણયને ઊમળકાભેર આવકાર આપ્યો છે. કચ્છમાં સૌપ્રથમ વખત રાજધાનીની હવાઈ સેવા શરૂ થશે. સ્પાઈસ જેટ વિમાની કંપની દ્વારા આગામી 10 ઓક્ટોબર શનિવારથી કંડલા દિલ્હી વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. હાલ આ વિમાની સેવા માટેનું બુકિંગ ચાલુ થઈ ગયું છે. જે મુજબ ફલાઈટ દિલ્હીથી બપોરે' 12.40 વાગ્યે ઉડાન ભરી બપોરે 2.55 વાગ્યે કંડલા પહોંચશે. જ્યારે કંડલાથી બપોરે 03.25 વાગ્યે' ઉડાન ભરી સાંજે 5.40 વાગ્યે દિલ્હી પહોંચશે. કયુ.ફોર.100 મોડેલનું 78 બેઠકની ક્ષમતા ધરાવતું વિમાન કંડલા દિલ્હી વચ્ચે ઉડાન ભરશે અને આ સેવા સોમવારથી રવિવાર સુધી અઠવાડિયાના સાતેય દિવસ રહેશે.


ઘોર કળીયુગ ! બેટી બચાવો પણ કોનાથી, સગા બાપથી? હસન નામના શખ્સે સગી દિકરીને બનાવી હવસનો શિકાર


કચ્છથી દેશની રાજધાની સાથે વિમાની સેવા શરૂ કરવા માટે વખતો વખત રજૂઆતો કરવામાં આવી હતી. વર્ષ 2014માં તો જેટ એરવેજ અને ગુજરાત સરકારની બેઠકમાં 26 ઓકટોબરથી ભુજ દિલ્હીની સેવા શરૂ કરવાની પણ જાહેરાત થઈ હતી. જ્યારે તત્કાલીન નાણાં, ઊર્જા અને નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઈ પટેલે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી ભુજ-દિલ્હીની વિમાની સેવા અંગે ચર્ચા પણ કરી હતી. આટલા ડેવલોપમેન્ટ બાદ પણ વર્ષ 2020 સુધી કચ્છને દેશની રાજધાની સાથેની વિમાની સેવા નસીબ થઈ ન હતી. દરમ્યાન કંડલા દિલ્હી સીધી ફલાઈટ શરૂ કરવાના નિર્ણયને ઉદ્યોગ જગતે આવકાર્યો છે.


શાળા ફીની મડાગાંઠ યથાવત્ત, વાલીમંડળે સરકારી આદેશને ફગાવ્યો, કહ્યું મંત્રણા વગર એકતરફી નિર્ણય


કચ્છની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે.' આ વિમાની સેવા શરૂ થવાથી' દિલ્હીના ઉદ્યોગપતિઓ કે જેની કચ્છમાં ફેકટરીઓ છે તેઓને, તેમના ગ્રાહકોને, વેન્ડરોને ઘણી રાહત થશે. આ સેવાથી પ્રવાસનને સારો વેગ મળશે. તેમજ આરોગ્ય સેવા મેળવવા માટે દિલ્હી પહોંચવું સરળ બનશે. આ સેવા માટે સૌ સંસ્થાઓએ, પ્રજાકીય પ્રતિનિધિઓએ સારા પ્રયાસ કર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 


અમદાવાદ: શિક્ષણમંત્રીએ ખાદીની ખરીદી કરી, કહ્યું ખાદી કોઇ કપડું નહી પરંતુ વિચાર છે


કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રીએ પણ આ નવી સુવિધા બદલ' આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ સેવા માટે ચેમ્બરે વખતોવખત રજૂઆતો કરી હતી, લાંબા સમયની માંગ સંતોષાતાં' ઉદ્યોગ જગતને ઘણી રાહત થશે અને સારો ટ્રાફિક મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. તેમને આ સેવા કચ્છના પાટનગર ભુજ સુધી લંબાવાય એવી માંગ પણ કરી હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube