શાળા ફીની મડાગાંઠ યથાવત્ત, વાલીમંડળે સરકારી આદેશને ફગાવ્યો, કહ્યું મંત્રણા વગર એકતરફી નિર્ણય

સ્કૂલ ફી માફી અંગે ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનનો નિર્ણય સામે આવ્યો છે  25 ટકા ફી માફી સ્વીકાર્ય નથી. 75 ટકા ફી માફી કરવાની ફેડરેશનની માંગ કરી રહી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન સંચાલક નું કહેવું છે કે, વાલીઓને વિશ્વાસમાં રાખ્યા વિના સરકારે આ નિર્ણય લઈ લીધો છે. માત્ર એક વ્યક્તિને બોલાવી સરકારે નિર્ણય લીધો જે માન્ય નથી. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં ચાલતા વાલી મંડળો સાથે ચર્ચા કરી ફેડરેશન બનાવામાં આવ્યું છે. સાથે જ શાળા અને કોલેજોની 75 ટકા ફી માફી થવી જોઈએ. પ્રકારની માંગ સરકાર સામે મુકવામાં આવી છે. 
શાળા ફીની મડાગાંઠ યથાવત્ત, વાલીમંડળે સરકારી આદેશને ફગાવ્યો, કહ્યું મંત્રણા વગર એકતરફી નિર્ણય

ઉદય રંજન/અમદાવાદ : સ્કૂલ ફી માફી અંગે ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનનો નિર્ણય સામે આવ્યો છે  25 ટકા ફી માફી સ્વીકાર્ય નથી. 75 ટકા ફી માફી કરવાની ફેડરેશનની માંગ કરી રહી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન સંચાલક નું કહેવું છે કે, વાલીઓને વિશ્વાસમાં રાખ્યા વિના સરકારે આ નિર્ણય લઈ લીધો છે. માત્ર એક વ્યક્તિને બોલાવી સરકારે નિર્ણય લીધો જે માન્ય નથી. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં ચાલતા વાલી મંડળો સાથે ચર્ચા કરી ફેડરેશન બનાવામાં આવ્યું છે. સાથે જ શાળા અને કોલેજોની 75 ટકા ફી માફી થવી જોઈએ. પ્રકારની માંગ સરકાર સામે મુકવામાં આવી છે. 

હરિયાણામાં શાળાઓના ઓડિટ રિપોર્ટ મંગાવ્યા છે. ગુજરાતમાં શાળાઓના ઓડિટ રિપોર્ટ કરી 75 ટકા ફી માફી કરવામાં આવે કોરોનામાં શાળાઓએ કરેલો ખર્ચ નોટિસ બોર્ડ પર લગાવે. દરેક વિસ્તારમાં સરકારી શાળાઓ શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. અમે સરકારને આ રજુઆત મોકલીશું. અમે સરકાર 7 દિવસમાં કેબિનેટ બેઠક બોલાવી અમારી માંગ પુરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જો આ માંગ નહીં સંતોષાય તો વડોદરા, સુરત, અમદાવાદ ઝોન મુજબ આંદોલન શરૂ કરવા માં આવશે સરકારે વોટબેંકને સાચવવી હોય તો અમારી માંગ સઁતોષવી જોઈશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news