નવી દિલ્હી: પ્રદેશના સતના જિલ્લામાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે રેપના આરોપી દોષી મહેંદ્ર સિંહ ગૌડને અહીંની એક કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. એડિશનલ સેશન્સ જજ દિનેશ શર્માની કોર્ટે બુધવારે આ ફેંસલો સંભળાવ્યો. કેસના આરોપી સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારી વકીલ અધિકારી રામપાલ સિંહે જણાવ્યું કે મહેંદ્વ પર ઉચેહરા પોલીસમથકના પરસમનિયા ગામમાં એક જુલાઇની રાત્રે સૂતેલી ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી રેપ ગુજાર્યો અને તેને મૃત સમજીકે જંગલમાં ફેંકી દેવાના કેસમાં આરોપી ગણતા નાગૌદ કોર્ટના એડિશનલ જજ શર્માએ બુધવારે તેને ફાંસીની સજા સંભળાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના અનુસાર એક જુલાઇની રાત્રે મહેંદ્વએ માસૂમના ઘરેથી અપહરણ કરી લીધું હતું. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનના આધારે પોલીસે 34 દિવસમાં કોર્ટમાં ચલણ રજૂ કર્યું, ત્યારબાદ કોર્ટમાં 47 દિવસ સુનાવણી ચાલી. સુનાવણી પુરી થતાં ન્યાયાધીશ દિનેશ કુમાર શર્માએ બુધવારે ચૂકાદો સંભળાવ્યો.


ઘટના ઉચેહરા પોલીસમથકના પન્ના ગામની હતી. બાળકીના ઘરની બાળ પોતાના પિતાની સાથે સૂતી હતી ત્યાર ગામનો જ એક યુવક તેને ઉઠાવી ગયો અને લગભગ અડધો કિલોમીટર દૂર લઇ જઇને તેને બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર બાદ બાળકીને મૃત સમજીને તે તેને મુકીને ભાગી ગયો હતો.