Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાની અસરના ભાગરુપે વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ શરુ થયો છે. અતિભારે વરસાદ સાથે પવન પણ ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડા બાદ હવે મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થઈ શકે છે. જેની શરુઆત થઈ ચુકી હોય તેવા દ્રશ્યો સવારથી જ જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વાવાઝોડાએ કચ્છમાં વિનાશ વેર્યો; 940 ગામડાઓમાં વીજ પોલ પડ્યા, કચ્છમાં 3 ઈંચ વરસાદ


Cyclone Biparjoy: કચ્છમાં જોવા મળી વાવાઝોડાની ખતરનાક અસર, અનેક મોટા ઝાડ થયા ધરાશાયી


દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા, નબળું પડ્યું શક્તિશાળી વાવાઝોડું બિપરજોય


રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પવન સાથે શરુ થયો છે. જેના કારણે વિઝિબીલીટી પણ ઘટી છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રાજકોટ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. 


વાવાઝોડાના લેન્ડફોલ બાદની વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કર્યા અનુસાર વરસાદ સૌરાષ્ટ્રભરમાં નોંધાઈ રહ્યો છે. વાવાઝોડાના લેન્ડફોલના કારણે ભારે પવન અને અતિભારે વરસાદ અનેક શહેરોમાં નોંધાયો છે.  સૌરાષ્ટ્રમાં કચ્છ, દ્વારકા, જૂનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટમાં પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના 10 માંથી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ જુનાગઢ જિલ્લા અને અમરેલીમાં પણ વરસાદ નોંધાયો છે.