Rajkot: આજના સમયમાં તમે મોટાભાગના લોકોના મોઢે એકવાત અચૂક સાંભળતા હશો કે હવેની પેઢી સંસ્કાર, સંસ્કૃતી ભુલતા જાય છે. તેઓ પાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળતા જાય છે. આવી સ્થિતિમાં રાજકોટમાં એક શાળા છે જે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને બાળકો યજ્ઞ પરંપરાનું મહત્વ સમજે તે માટે પ્રયત્ન કરે છે. આ શાળા દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તમને પણ મળશે PM મોદીની સ્કૂલમાં ભણવાનો મોકો! જાણો કઈ રીતે લાગશે આ સ્કૂલમાં નંબર


ફરવાના શોખીનો..ગુજરાતના આ સ્થળે ગયા છો? પ્રકૃતિએ ખોબલે ખોબલે વેરી છે સુંદરતા, PICS


આ સુરતીના હાથમાં જાદુ છે, 250 લાકડાના ટુકડામાંથી બનાવી આલિશાન ઘડિયાળ


રાજકોટમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ભણતા વિદ્યાર્થીઓનો જ્યારે જન્મ દિવસ હોય છે ત્યારે તેના જન્મદિવસની ઉજવણી શાળા તરફથી અનોખી રીતે થાય છે. સામાન્ય રીતે બર્થ ડે હોય તો બાળકો શાળામાં ચોકલેટનું વિતરણ કરે, મિત્રો સાથે પાર્ટી કરે, નાસ્તા કરે અને કેક કટ કરે છે. પરંતુ આ શાળામાં જે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેના હસ્તે યજ્ઞ કરાવવામાં આવે છે. 


શાળામાં ભણતો દરેક બાળક પોતાના જન્મદિવસે આ પવિત્ર કાર્ય કરી દિવસની શરુઆત કરે છે. વિદ્યાર્થીના હસ્તે યજ્ઞ કરાવવા ખાસ શાસ્ત્રીજી હોય છે. તેઓ બાળકને યજ્ઞનું મહત્વ, આહુતિ આપવી એટલે શું, શ્લોકનો અર્થ, મંત્રનું મહત્વ વગેરે સમજાવે છે. 


શાળામાં શરુ થયેલી આ પહેલથી વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા પણ ખુશ છે. યજ્ઞમાં બેઠેલા વિદ્યાર્થી પાસે મા-બાપની સેવા કરવાનો, તેમનો આદર કરવાનો, શિક્ષકોનું સન્માન કરવાનો, વડીલોની મદદ કરવાનો, વ્યસનથી દુર રહેવાનો,  મોબાઈલથી દૂર રહેવા જેવા સંકલ્પ લેવડાવવામાં આવે છે.