મુસ્તાક દલ/જામનગર : શહેરની કે.પી.શાહ લૉ કોલેજના પ્રિન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય વિમલભાઈ પરમાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અઘ્યાપકની ભરતીના ભલામણ કાંડમાં સંડોવાયેલ હોય તેવા આક્ષેપ સાથે સિન્ડિકેટ સભ્ય વિમલભાઈ પરમારના રાજીનામાની માંગ કરી હતી. આજરોજ જામનગર NSUI દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેના કારણે વાતાવરણ ભારે ઉગ્ર બન્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારી બહેન તો આવી ત્યારથી માંદીને માંદી છે તો તારી ફરજ છે મને સંસારનું સુખ આપ અને સાળીએ કહ્યું આવો તમારા માટે ક્યાં ના છે...


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અઘ્યાપકની ભરતીના ભલામણકાંડમાં સંડોવાયેલ કે.પી શાહ લો કોલજના પ્રિન્સિપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય વિમલભાઈ પરમારના રાજીનામાની માંગણી સાથે જામનગર NSUI દ્વારા કે પી શાહ લૉ કૉલેજ ખાતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો કે કે.પી શાહ લો કોલજના પ્રિન્સિપાલ હાજર ન હોય તેમની ઓફિસના દરવાજામાં NSUI દ્વારા આવેદન પત્ર ચોંટાડવામાં આવ્યું હતું.


ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને ગુજરાતના આ શહેરમાં મળશે બમ્પર ફાયદો


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત ભરતી કૌભાંડનું ભુત ધુણી રહ્યું છે. જેના કારણે લોકો ભારે પરેશાન બન્યાં છે. અનેક પક્ષો દ્વારા અલગ અલગ આક્ષેપો કરવામાં આવ્યા છે. અનેક ભરતીઓ રદ્દ થઇ ચુકી છે. જેના કારણે હાલ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થિતિ ભારે ડામાડોળ તો બની જ છે સાથે સાથે દરેક સ્ટાફની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર મુદ્દો વિવાદિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube