ઝી ન્યૂઝ/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી પહેલા પ્રોફેસરના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. સૌરાષ્ટ્રની અલગ-અલગ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં 800 જેટલા પ્રોફેસર છે. જેમાંથી માત્ર 250 પ્રોફેસરના નામ જ મતદાર યાદીમાં છે. બાકીના નામો ગાયબ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે સવાલો ઉભા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ સેનેટની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં અધ્યાપક મંડળે કુલપતિને રજૂઆત કરી છે. અધ્યાપક મંડળના પ્રમુખ ક્રિપાલસિંહ અને મહામંત્રી નારણ ડોડિયાનું પણ નામ ગાયબ થયું છે. ત્યારે સ્પષ્ટ પણે જણાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મતદારયાદી સુધારણામાં સંકલનનો અભાવ છે.


ગુજરાત ફરી ઠંડીમાં ઠુંઠવાયું; 10 વર્ષનો રેકોર્ડ તૂટયો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


અધ્યાપક મંડળના મંત્રી નારણભાઇ ડોડીયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત 68 જેટલી ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે. 68 ગ્રાન્ટેડ કોલેજ પૈકી માત્ર 20 જેટલા ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ સેનેટની ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. ત્યારે મતદારયાદીમાંથી અચાનક નામ કમી થવા મામલે સત્તાધીશ મંડળને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube