ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પણ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર થયો નથી. કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવ્યા બાદ ACBમાં થયેલી ફરિયાદ અંગે પણ તપાસ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પ્રદેશ પ્રમુખ અને સીએમના ગઢમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારો, ભાજપ પડદા પાછળ


જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ VIP ટ્રીટમેન્ટ સાથે કરાવવામાં આવતી ચોરીના કૌભાંડનો ZEE 24 કલાકે પર્દાફાશ કર્યો હતો. જોકે ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર બે જ ચર્ચા ચાલી રહી છે તેમાં કાર્યકારી કુલપતિ પદે થી ડો. ગિરીશ ભીમાણીને ક્યારે હટાવવામાં આવે છે અને બીજી ચર્ચા એ છે કાર્યકારી કુલપતિ પદે થી ડો. ગિરીશ ભીમાણીને હટાવ્યા બાદ તેની સામે થયેલી ભ્રષ્ટાચાર અંગેની અરજીની ACB તપાસ કરશે. 


પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન


પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા દેવેન્દ્ર મૂળજીભાઈ પરમાર નામના વ્યક્તિએ લંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી, રજિસ્ટ્રાર અમિત પારેખ અને ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે.જોશી સામે અરજી કરી છે. 


અમદાવાદમાં ફરી 'ગીષ્માવાળી', યુવકે પ્રેમિકા પર પરિવાર સામે જ કર્યા ગળા પર છરીના ઘા


અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે, 2022માં ડો. ગિરીશ ભીમાણીની કાર્યકારી કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વ્યાપક ભ્રષ્ટાચારના ભરડામાં ધકેલાઈ ગઈ છે. તમામ ટેન્ડરો અને કોન્ટ્રાકટ આરોપી નં.1 એટલે ગિરીશ ભીમાણીના મળતીયાઓને આપવામાં આવી રહ્યા છે અથવા તો ગિરીશ ભીમાણી લાંચ-રૂશ્વત આપનારને જ ટેન્ડર, દુકાન કે કોન્ટ્રાકટની ફાળવણી કરતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. 


ગુજરાતના 5 લાખ સરકારી બાબુઓ નોટો ગણતા થઇ જશે, મોંઘવારી ભથ્થાની સરકાર કરશે જાહેરાત


અધિકારીઓને ફોન કરી આદેશ આપ્યા 'કરવો બંધ'
ACBમાં થયેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે, ગિરીશ ભીમાણીએ લાંચ માંગી. લાંચ આપવાની ના પાડતા ધમકી આપી કહ્યું 'તારી દુકાનો હું બંધ કરાવીને જ જંપીશ'. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખને રૂબરૂ અને ડે. રજિસ્ટ્રાર જી.કે. જોશીને ફોન કરી જ્યુસ અને ઝેરોક્ષની દુકાન રાતોરાત બંધ કરાવી દેજે તેવી સૂચના આપી હતી. શિક્ષણના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું હોવાના આરોપો પણ લાગ્યા છે.


ગુજરાતના 31 કલાકારોનું ખૂલી ગયું કિસ્મત! જાણો કોને સરકારે ગૌરવ પુરસ્કારથી નવાજ્યા


આવકવેરા વિભાગે પણ તપાસ કરવી જરૂરી
ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વ્યાપક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કાર્યકારી કુલપતિ સામે આવક કરતા વધુ સંપત્તિ હોવાનો ACBમાં થયેલી અરજીમાં ઉલ્લેખ છે. હાલ ગિરીશ ભીમાણી કાર્યકારી કુલપતિ હોવાથી ACB દ્વારા અરજીની તપાસ કરવામાં આવી નથી અને પેન્ડિંગ રાખવામાં આવી છે. જોકે આ અરજી આધારે આવકવેરા વિભાગ તપાસ કરે તો ખરી હકીકત સામે આવી શકે છે.